________________ [ 15]. આવા માનસિક કારણે એક નામ કરતાં અનેક નામથી, અનેક કરતાં દશ નામથી, દશ કરતાં જ્યારે વધુ આનંદ અનુભવ્યો એટલે મન આગળ વધે. દશમાં વધુ આનંદ આવ્યું તે સોમાં તે આનંદની છોળો ઉડશે. આવી કઈ પુણ્યભાવનામાંથી શતકની રચના થઈ. પછી એ અંગે ઉત્સાહ લમણરેખા ઓળંગી જતાં જીવડે સીધો કુદકે મારી હજાર, વાસ્તવિક રીતે તે 1008 નામની રચના ઉપર પહોંચે અને એ ઈચ્છાને સંતોષવા ભગવાનને વિવિધરૂપે કલ્પવા માંડયા. વિવિધ ગુણની અલંકૃત કરવા પડયા. બુદ્ધિને ઉંડી કામે લગાડી મંથન કર્યું. યેનકેન પ્રકારે અનેક સાન્વર્થક નામે બનાવી છન્દને અનુકૂળ રહીને) સહસ્ત્રનામની ભવ્ય કૃતિને જન્મ આપ્યો કહો કે જન્મ મળ્યા. ઉપર જે કહ્યું તે માનવ સ્વભાવને અનુલક્ષીને કહ્યું, પણ એ કરતાં ય વધુ વાસ્તવિક કારણ એ સમજાય છે કે મન્ત્રશાસ્ત્રને એક સર્વ સામાન્ય નિયમ-ધોરણ એવું છે કે કાર્યની સફળતા માટે કઈ પણ મન્સને જાપ ઓછામાં છે એક હજારનો રેજ થવું જ જોઈએ તે જ તેની ફલશ્રુતિનાં કંઇકે દર્શન થાય, હજારનો જાપ રોજ થતું જાય તે લાંબા ગાળે જાપકને અભૂતપૂર્વ શક્તિને સંચાર, દર્શન અને રહને કંઈક અનુભવ થયા વિના રહે નહિં, પણ આના કરતાં વધુ વાસ્તવિક એ લાગે છે કે ભગવાનના 1. જુઓ, શિ૯૫માં શું થયું કે ભગવાન શ્રી પાર્શ્વની મૂર્તિમાં પાંચ સાત, કે નવ જણાથી સંતોષ ન થયો, એટલે સીધા વધીને સહાફણ એટલે એક હજાર સર્પમુખના ઢાંકણવાળી મૂર્તિ– ઓનું નિર્માણ થવા પામ્યું. એવું અહીં વિચારી શકાય.