________________ [ 14 ] નાને કહી શકાય. આ એક શોખની-રસની બાબત છે. અનિવાર્ય જરૂરીયાતની બાબત નથી. છતાંએ હિન્દુ પરંપરા કે વૈદિક ક્ષેત્રમાં સ્પર્શાએલા ક્ષેત્રે જૈનીક્ષેત્રમાં અણુસ્પર્યા રહે, આ ક્ષેત્રમાં જેનેની દેણ ન હોય તે એક સ્વતંત્ર સંસ્કૃતિ ધરાવતા જૈનસંઘ માટે સમુચિત ન હોવાથી જનમુનિઓએ કરેલે આ પ્રયાસ ખરેખર જૈન સંઘ માટે અતિ અગત્યને અને ઉપકારક ગણી શકાય તેવો છે. જૈન સાધુઓની દેશકાળને ઓળખીને સમયસાથે તાલ મિલાવવાની યુગલક્ષી ઉદાત્ત ભાવનાના પરિણામે ત્યાગ, વૈરાગ્ય ના પાયા ઉપર ઉભેલા જૈનધર્મમાં પણ અજોડ વિષય ઉપર જેનાચાર્યો-મુનિઓએ વિશાળ સર્જન કર્યું. અનેક વિષયેના ખેતર ખેડી નાખ્યા અને પરિણામે જન સમાજને મહાન સંસ્કૃતિને મહાન વારસો મળે. જેના લીધે દેશમાં આજે જૈન સમાજ પોતાની આ વિશાળ જ્ઞાન–સાહિત્ય સમૃદ્ધિનાં કારણે ઉનત મસ્તકે જીવન જીવી રહ્યો છે. અને છેલ્લા પચીસ વર્ષમાં દેશ-પરદેશમાં પણ સંશોધન ક્ષેત્રે, જૈનતત્વજ્ઞાને અને જેનગ્રાએ વિદ્વાનોમાં ભારે ઉત્સાહ અને આતુરતા જગાડી દીધી છે. - જન-માનસ વિવિધ સંસ્કારથી સભર છે. અનેક કોમ્યુટરને શરમાવી શકે તેવા અગાધ, વિશાળ, વ્યાપક અને વિવિધ ખ્યા ધરાવતાં મગજને નાના નહિં પણ વિશાળ વિચારે, નાની કલ્પના નહિં પણ વિશાળ કલ્પનાઓ વધુ આકર્ષી શકે છે. આ અતિજ્ઞાનીઓ-બુદ્ધિશાળીઓ માટેની જાણીતી સમજી શકાય તેવી બાબત છે. નાની આકૃતિ કરતાં મે ર આકૃતિ (આઈ લેવલથી મોટી) વધુ ધ્યાન ખેંચે છે. એ માનવ ચક્ષુ અને મનનું સાદું ગણિત છે. અલપતા કરતાં (સારી બાબતેની) વિશાળતા કેને ન ગમે? .