________________ [ 13] 1600 વર્ષ પહેલાં આ હતી તે પુરવાર થાય છે. પણ આ પહેલાં આવી કઈ કૃતિ રચાણ હશે ખરી? એ પ્રશ્નાર્થક રહે છે. આ કૃતિ દિગમ્બરીય છે. આવી રચના શુષ્ક લાગતી હોય છે એટલે આ દિશામાં અત્યલ્પ વ્યક્તિઓએ કલમ ચલાવી છે. પ્રાપ્ત સાધનોથી અનુમાન કરી શકાય કે જેથી શતાબ્દિથી બે હજારની શતાબ્દિ સુધીમાં જૈન સમાજમાં સહસ્ત્રનામથી અંકિત કૃતિઓ પંદરેકથી વધુ તે નહિં જ હેય. આ વિષય જ એ છે કે જેમાં માત્ર નામની જ રચના હોય છે. એમાં બીજું કંઈ કથયિતવ્ય હોતું નથી. જે કે નામો રચવાનું પણ કાર્ય સહેલું નથી. એમાંએ કાર્ય કારણ ભાવની વ્યવસ્થિત તત્વવ્યવસ્થા જે દર્શનમાં હોય ત્યાં શબ્દો નક્કી કરવા માટે ખૂબ જ પ્રતિભા અને સાવધાની માગી લે તેવી બાબત છે. છતાંય એકંદરે બીજા વિષયનું જે ખેડાણ થયું છે એની સરખામણીમાં આ દિશાને પ્રયાસ રૂપે જ છેડા નામને અહીં નિર્દેશ કરૂં છું. 1 વિષ્ણુસહસ્ત્ર, ગોપાલસહસ્ત્ર, ગણેશ, દત્રાત્રેય, સૂર્યનારાયણ, પુરૂષોતમ વગેરેના સહસ્ત્રનામે રચાયા છે. દેવીઓમાં લક્ષ્મી. રેણુકા, પદ્માવતીનાં પણ સહસ્ત્રનામે રચાયાં છે. 3. “જિન” શબ્દનો અર્થ જીતે તે જિન. આટલાથી અર્થ તૃપ્તિ થતી નથી. અર્થ સાકjક્ષ રહે છે એટલે પ્રશ્ન થાય કે કોને જિતે? તો આત્માને રાગદ્વેષરૂપી શત્રુને. આ છતાઈ જાય . એટલે આત્મા વીતરાગ બની જાય. જિન-વીતરાગ એક જ - અર્થના વાચક છે. વીતરાગ થયા એટલે સર્વત્ર સમભાવવાળા બન્યા એટલે જ સર્વગુણસંપન્ન બન્યા.