________________ [ 3 ] અભિનંદન આપી ખૂબ જ રાજીપે વ્યક્ત કરેલ. પછી અમે સાથે પણ રહ્યા અને સંક૯૫ મુજબ અભિનવ કૃતિઓ માટે પ્રયાસો આદર્યા, અન્ય મિત્રોએ પણ પ્રયાસ કર્યા. કેટલીક કૃતિઓ પ્રાપ્ત થઈ. અમદાવાદ દેવશાના પાડાના ભંડારને પુનરોદ્ધાર કરવામાં પૂ. પુણ્યવિજયજી મહારાજશ્રી સાથે હું પણ હતા. ત્યાંથી પણ ઉપાધ્યાયજીના સ્વહસ્તાક્ષરમાં જ તેઓશ્રી રચિત કૃતિઓ સારી સંખ્યામાં મળી. એ પ્રાપ્તિમાં સહુથી વધુ ફળે પૂજ્ય પુણ્યવિજયજી મહારાજને હતે. જેઓશ્રી મારા પ્રત્યે અનન્ય પક્ષપાત ધરાવતા હતા. તે પછી મારી વિનંતિથી તેઓશ્રીએ સુંદર સુવાચ્ય પ્રેસકોપી કરનાર ધર્માત્મા શ્રી નગીનદાસ કેવળચંદ દ્વારા કેટલીક પ્રેસ કોપીઓ પણ કરાવી આપી, પોતે કરેલી તે પણ મને આપી. તે પછી તેનું સંશોધન, સંપાદન, મુદ્રણાદિના કાર્યો ઉત્સાહથી આરંભાયા અને ફલતઃ આજે યશભારતીનું આ નવમું પુષ્પ બહાર પડતાં કરેલા સંકલ્પના કિનારા નજીક પહોંચવા આવ્યો છું. અને એકાદ બે વરસમાં કિનારે ઉતરી પણ જશું અને કરેલા સંકલ્પ કે લીધેલ માનસિક પ્રતિજ્ઞાની પૂર્ણાહુતિ થતાં જીવનમાં એક વિશિષ્ટ વાડ્મયની સેવા કર્યાને ઉંડે સંતોષ મેળવીશ. આજ સુધીમાં પ્રકાશિત થયેલી કૃતિઓની નોંધ : આજ સુધીમાં ભારતી જૈન સંસ્થા તરફથી પૂo ઉપાધ્યાયજી ભગવાનની પંદર કૃતિઓ જે પ્રગટ થઈ ચુકી છે તેની યાદી આ પ્રમાણે છે. 1. ઐન્દ્રસ્તુતિ. પજ્ઞ–સ્વકૃત ટીકા, ભાષાંતર સાથે. :: 2 વેરાગ્યરતિ (મૂલ માત્ર.)