________________ વક્તવ્ય સાથે દેશના વિવિધ ભાગોમાંથી આવેલા અનેક વિદ્વાનોએ પૂર ઉપાધ્યાયજીનાં જીવન-કવન ઉપર અભ્યાસપૂર્વક મનનીય પ્રકાશ પાડયો હતે. સભામાં પાંચેક હજારની જનતા ઉપસ્થિત હતી. આ એક અભૂતપૂર્વ પ્રસંગ હતે. ખાસ કરીને ગુજરાતની પ્રજાને ગુજરાતના એક મહાન ધર્મ સપૂતને ઓળખવા માટે કરેલા આ પ્રયાસ આ સત્રને લીધે, તેમજ સરકારી તંત્ર અને એના પ્રચાર સાધના સુંદર સહકારથી તેમજ વર્તમાનપત્રેના ઉત્સાહથી સફળતાને વર્યો હતું અને મારે ઉદ્દેશ સફળ થતાં અને તેને અવર્ણનીય અને અમાપ આનંદ થયો હતો. તે કરેલે સંક૯૫ આ સત્રની બેઠકના મારા પ્રવચનને અંતે મેં એક સંકલપ જાહેર કરેલે કે, ઉપાધ્યાયજી ભગવંતની અનુપલબ્ધ કૃતિઓને ઉપલબ્ધ કરવા માટે તમામ પ્રયાસ કરીશ. પછી પ્રાપ્ત કૃતિઓની પ્રેસ કેપી કરી-કરાવી તેનું સંશોધન કરી, આધુનિક પદ્ધતિએ સંપાદિત કરી મુદ્રિત કરાવી, પ્રકાશિત કરાવીશ. એ પછીનું કાર્ય, છાપેલા અનુપલબ્ધ બનેલાં ગ્રો જે ઘણું જરૂરી હશે તેનું પુનર્મુદ્રણ કરાવવાનું કરીશ અને તે પછી ભાષાંતર યેગ્ય જે કૃતિઓ હોય તેનું ભાષાંતર કરી પ્રગટ કરાવવું, તે પછી ઉપાધ્યાયજીના જીવન-કવન ઉપર અભ્યાસપૂર્વક એક નિબંધ લખ વગેરે. પરમપૂજ્ય આગમપ્રભાકર પૂ. મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજ આ સત્રની ઉજવણીથી અસાધારણ રીતે ખુશી થયા હતા, તે પછી ભેગે થયે ત્યારે મને પાર વિનાના