________________ , છે મહીશ્વરાય નમઃ नमो लोअ सव्वसाहूण। આર્ષીય ચરિત્ર અને વિલાસ બે મહાકાવ્યો અને એને અનુલક્ષીને કથનીય કંઈક વિ. સં. 2009 અને ઈ. સ. 1973 ની સાલમાં મારી માતૃભૂમિ - જન્મભૂમિ અને ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજશ્રીની સ્વર્ગવાસ ભૂમિ ભેઈ [દભવતી] મુકામે, પૂસ્વ. પૂ. યશોવિજયજી મહારાજના નવી ભવ્ય દેરી અને ગુરુમૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે, સાથે સાથે મહાપાદયાયજીના જીવન અને કવનથી જૈનઅજૈન વિદ્વાને અને પ્રજાને પરિચિત કરાવવા “શ્રી યશોવિજય સારસ્વત સત્ર” આ નામ નીચે સત્રોત્સવ પણ ઉજવવાનું નકકી કર્યું હતું. પૂજ્યપાદ ચાર આચાર્યોની અધ્યક્ષતામાં સવાર, બપોર જાહેર સભામાં જાતી, પૂજ્યપાદ ગુરુદેવના : 1. ઉત્સવ ફાગણ વદિ બીજથી ફાગણ વદિ આઠમ સુધી હતો. , સત્ર સાતમ-આઠમ તા. 7-3-53 અને 8-3-53 બે દિવસ હતું.