________________ શ્રવણ કરવા લાગ્યો. અકબર રોજ સવારે આ નામશ્રવણ સૂર્ય-સન્મુખ અંજલિ જોડી કરતો. આ સૂર્યના સહસ્ત્રનામ જો કે આ પૂર્વે બે-ત્રણ સ્થળેથી પ્રસિદ્ધ થયો છે. પરંતુ સૂર્યના 1044 નામ ટીકા સાથે સર્વપ્રથમ અહીં પ્રસિદ્ધ થઇ રહ્યો છે. ગ્રંથકાર અને સંશોધકનું જીવન-કવના ગ્રંથકારના જીવનવિશે. “ભાનુચંદ્રચરિત', હીરવિજયસૂરિરાસ”, “સૂરીશ્વર અને સમ્રા. જેના પરંપરાનો ઇતિહાસ ભાગ. 3. અને ‘ભાનુચંદ્રચરિત્રના પ્રારંભમાં મોહનલાલ દ. દેસાઇના ઈંક્ષíિમીભશિંજ્ઞક્ષ વગેરેમાં અપાયેલી વિગતોના આધારે અહીં સંક્ષેપમાં તેઓશ્રીના અને ઉપાધ્યાય સિદ્ધિચંદ્રજીના જીવન-કવના વિશે વિગતો જોઇએ. સિદ્ધપુરમાં રામજી નામના વેપારી શેઠ રહેતા. એમના ધર્મપત્ની રામાદેએ એક રાત્રે સ્વપ્નમાં સિંહને જોયો. શેઠાણી પ્રસન્ન થયા. એમની કુક્ષીમાં કોઇ આતમપંખીએ માળો બાંધ્યો હોય એવું એમને લાગવા માંડયું. પૂરા સમયે એક પુત્રને જન્મ આપ્યો. નામ ભાણજી પાડવામાં આવ્યું. ભાણજીના મોટા ભાઇનું નામ રંગજી હતું. '. જૈનપરંપરાનો ઇતિહાસ ભાગ-2/ પૃ0781માં સૂરીશ્વર અને સમ્રાટુ’ પૃo 150માં દર રવિવારે સાંભળતો, એમ લખ્યું છે. પરંતુ સૂર્યસહસ્રનામસ્તોત્રના અંતે પ્રત્યહં કૃણોતિ’ સ્પષ્ટ લખ્યું છે. . આત્માનંદ' હિંદી માસિક વર્ષ 4, અંક 9માં અને “ભાનુચંદ્રગણિચરિત'ના પરિશિષ્ટ 1માં સૂર્યસહસ્રનામ પ્રસિદ્ધ થયા છે. અને (ગુજરાતી અર્થ સાથે) વાપી જૈના યુવક મંડલ દ્વારા વિ. સં. 1998માં પ્રસિદ્ધ થયેલ છે. *. મુનિ શ્રી વિદ્યાવિજયરચિત આ ગ્રંથ “યશોવિજય ગ્રંથમાલા’ તરફથી વિ.સં. 1989માં પ્રગટ થયેલ છે. * ત્રિપુટી મ. રચિત આ ગ્રંથ “ચારિત્ર સ્મારક ગ્રંથમાલા’ તરફથી વિ. સં. 2020માં પ્રસિદ્ધ થયેલ છે. આચાર્ય ભદ્રસેન સૂરિજીના પ્રયાસથી આના ભાગ 1.2.નું પુનર્મુદ્રણ થયું છે. ભાગ 3નું ચાલુ છે.