________________ પ્રસ્તાવના - આ. વિજય મુનિચન્દ્ર સૂરિ મહોપાધ્યાય શ્રીભાનુચંદ્રગણિવિરચિત સ્વોપજ્ઞ ટીકા સાથે સૂર્યસહસ્રનામ” ગ્રંથ પ્રથમ વખતજ પ્રકાશિત થઇ રહ્યો છે. તે ઘણો આનંદનો વિષય છે. - વિર્ય શ્રુતભાસ્કર આચાર્ય પ્રવર શ્રી ધર્મધુરંધરસૂરિ મ. સા. એ આ ગ્રંથનું સંપાદન-સંશોધન કર્યું છે. આ પૂર્વે તેઓશ્રીએ ‘સંતિનાહચરિય’ જેવા વિશાલ પ્રાકૃતભાષાના અપ્રગટ ગ્રંથને અનેકવિધ પ્રાચીન પ્રતિઓના ઉપયોગપૂર્વક સંપાદિત કરેલો છે અને બીજી પણ અપ્રગટ કૃતિઓ સંપાદિત કરી છે. પ્રસ્તુત ગ્રંથનું સંશોધન ગ્રંથકારના શિષ્ય ઉપાધ્યાય સિદ્ધિચંદ્રજી ગણિવરે કર્યું છે. એમને પોતાના ગુરુના જીવનને આવરતું એક સંસ્કૃત પદ્યકાવ્ય (4પ્રકાશ, 750 પદ્ય) ‘ભાનચંદ્રગણિચરિત' પણ રચ્યું છે. આ ચરિત્રમાં જણાવ્યું છે કે - બાદશાહ અકબરે બ્રાહ્મણો પાસે સૂર્યના હજાર નામ માંગ્યા. પણ તેઓ આપી ન શકયા. ઉપાધ્યાય ભાનુચંદ્રજીએ આપ્યા. અકબર કહે: ‘મારે આનો અભ્યાસ કોની પાસે કરવો ?' ઉપાધ્યાયઃ ‘બ્રહ્મચારી, ઇંદ્રિયવિજેતા હોય તે અધ્યાપનનો અધિકારી કહેવાય.’ અકબરઃ ‘તો આપજ મને ભણાવો?, સંભળાવો,’ આમ ઉપાધ્યાયજી પાસેથી અકબર સૂર્યસહસ્રનામનું નિયમિત 'શ્રીમોહનલાલ દ. દેસાઇએ સંપાદિત કરેલું વિસ્તૃત અંગ્રેજી પ્રસ્તાવના સાથે નું આ ચરિત્ર વિ. સં. 1997માં સિંધી જૈનગ્રંથમાલામાં પ્રસિદ્ધ થયું છે. સ્કંધપુરાણમાં સૂર્યના નામો છે. આ પ્રસંગ કાશ્મીરમાં બન્યાનું ઋષભદાસ કવિ “હીરવિજયસૂરિરાસ' કડી 19માં જણાય છે. - 3