________________ એકવાર પંન્યાસ સૂરચંદ્ર ગણિવર સિદ્ધપુર પધાર્યા. ત્યારે ભાણજીની વય 10 વર્ષની હતી. મોટાભાઇ સાથે ભાણજી ઉપાશ્રય ગયો. વંદનાદિ કર્યા, પંન્યાસજીએ ધર્મનો ઉપદેશ આપ્યો. પૂર્વજન્મનાં સંસ્કારોના કારણે બન્ને ભાઇઓના હૈયા વૈરાગ્યના રંગે રંગાવા માંડયા. કેટલોક સમય પંન્યાસ સૂરચંદ્રગણિવર સાથે રહી તાલીમ પ્રાપ્ત કરી. બન્નેનો પ્રબલ વૈરાગ્ય જોઇ માતા, પિતાએ મહોત્સવ પૂર્વક દીક્ષા અપાવી. બન્ને ભાઈઓના નામ મુનિ રંગચંદ્ર વિજય અને મુનિ ભાનુચંદ્ર વિજય જાહેર થયા. બન્ને મુનિઓ મેધાવી અને મહેનત હતા. થોડાસમયમાં ઘણા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. કેટલાક મુમુક્ષુઓને દીક્ષા આપી શિષ્ય બનાવ્યા. વડિલોએ યોગોદ્વહન કરાવ્યા, ગણિ અને પંન્યાસ પદે આરૂઢ કર્યા. વિ. સં. 1639માં જગદ્ગર ગુજરાતથી ફતેહપુરસિકી પધાર્યા ત્યારે મુનિ રંગચંદ્રજી અને મુનિ ભાનચંદ્રજી પણ સાથે હતા. વિ. સં. 1640માં ફતેહપુર સિકીમાં થાનમલ શેઠે કરેલા. પ્રતિષ્ઠા-મહોત્સવ પ્રસંગે જગદ્ગુરુએ મુનિભાનુચંદ્રજીને પંન્યાસપદે આરૂઢ કર્યા. જગન્નુર હીરસૂરીશ્વરજીને દિલ્હીથી વિહાર કરવાનો થયો. ત્યારે અકબર બાદશાહને પ્રતિબોધવા માટે ઉપાધ્યાય શાંતિચંદ્રજી, પંન્યાસ ભાનચંદ્રજી ગણિ વગેરેને પોતાના પ્રતિનિધિ તરીકે મૂકીને ગયેલા. એ પછી ઉપાધ્યાયજીને પણ વિહાર કરવાનો થયો. ત્યારે પંન્યાસ ભાનુચંદ્રગણિ અને એમના વિદ્વાન શિષ્યપંન્યાસ સિદ્ધિચંદ્રગણિ વ. જગદ્ગુરુના. પ્રતિનિધિ તરીકે દિલ્હીમાં રહેલા. ઉપાધ્યાય ભાનચંદ્રજી અકબરની સભામાં નિયમિત જતા. બાદશાહની ધર્મસભામાં તેઓ 140માં નંબરના સભાસદ - 5