________________ પ્રસ્તુત સંસ્કરણમાં ઉ. ભાનુચન્દ્રગણિવિરચિત સટીક સૂર્યસહસ્રનામ ઉપરાંત એ જ કર્તાના મૂલમાત્ર નામો જે અગાઊ પ્રસિદ્ધ થયેલ છે તે પણ પ્રગટ થઇ રહ્યા છે. ઉપરાંતમાં અન્ય બે પદ્ય સૂર્યસહસ્રનામો પ્રગટ થઇ રહ્યા છે તે ઘણા આનંદની વાત છે. ઉપરોક્ત ભાનુચન્દ્રજીની મૂલકૃતિ તો પ્રગટ થયેલી હતી. અને સટીક રચના વિષે પણ ઉલ્લેખો (ભાનુચન્દ્રચરિત્રની પ્રસ્તાવના વગેરેમાં) જોવા મલ્યા છે. જયારે બે પદ્ય રચનાઓ વિષે આ પહેલાં ક્યાંય વાંચવા સાંભળવા પણ મલ્યું ન હતું. પ્રથમ પદ્યરચના ‘સૂર્યસહસ્રનામસંગ્રહ’ ના કર્તા શ્રીહેમવિજયજી છે. તેઓએ જગદ્ભર હીરસૂરિ મ. સા. ના. વચનથી આ સંગ્રહ કર્યો છે. કુલ 10 પ્રકાશમાં વિભક્ત આ કૃતિ 133 પદ્યની બનેલી છે. જગન્નુર હીરવિજયસૂરિ મ. સા. અકબરના આમંત્રણથી ફત્તેપુર-આગ્રા-દીલ્હી ગયા ત્યારે હેમવિજયગણી પણ તેઓની સાથે હતા. એમના જીવન-કવન વિષે અમે કથારત્નની પ્રસ્તાવનામાં વિગતે લખ્યું છે. ત્યાં જોઇ લેવા ભલામણ છે. બીજી પદ્ય રચના સૂર્યસહસ્રનામસ્તવનના કર્તા જિનસેનાચાર્ય છે. 126 પદ્યની આ રચનાના કર્તા શ્વેતાંબર છે કે દિગંબર તે જાણવું બાકી રહે છે. આ ગ્રંથ ક્યાંક-ક્યાંક ત્રુટક સ્વરપે મળે છે. બન્ને પદ્યગ્રંથોંમાં અનુષ્ટભછંદનો મુખ્યત્વે ઉપયોગ કરવામાં આવ્યો છે. પ્રસ્તુત ગ્રંથના પ્રકાશનથી એક અપ્રગટ કૃતિ પ્રગટ થઇ છે. શ્રુતભાસ્કર આચાર્ય શ્રી વિજય ધર્મધુરંધર સૂરિ મહારાજ અનેક વ્યસ્તતાઓ વચ્ચે અપ્રકટ કૃતિઓના સંપાદનસંશોધન કરી રહ્યા છે, તે ઘણાં હર્ષનો વિષય છે. 29