________________ થોડોક ફરક જોવામાં આવે છે. જેમકે ઝીણવટથી જોઇએ તો અકારાદિ વ. 118 ના બદલે 119 છે (+1), દ-થ-વમાં 72 ના બદલે 73 છે (+1). બ-પ-ભમાં 146 ના બદલે 145 છે (-1). લમાં 11 ના બદલે 12 છે (+1). મમાં 68 ના બદલે 67 છે (-1). તમાં 32 ના બદલે 37 છે (+5). એવું પણ લાગે છે કે સૂર્યના સહસ્રનામની રચના પૂર્વે અષ્ટોત્તરશત 108 નામની રચના કરી હશે. અહીં 1000 નામ પછી લખ્યું છે કે પૂર્વપ્રતિપાદિત 108 નામમાંથી 64 આ (સહસ્રનામ) માં આવી ગયા. બાકીના 44ને અકબરના આદેશથી અબુલફઝલે ગોઠવ્યા છે. એટલે એની પણ વ્યાખ્યા કરી છીએ. ગ્રન્થકારશ્રી કોઇ શબ્દ, ધાતુ વ. અપ્રચલિત વાત હોય તો સામાન્ય વાચકને શંકા જાગે કે ભૂલ જેવું લાગે એવી સંભાવનાને ધ્યાનમાં રાખી એના પૂરતા પુરાવા આપે છે. જેમકે 284 સુતપઃ અહીં પ્રચલિત સકારાન્ત તપસ્ શબ્દ નથી પણ અલ્પપ્રસિદ્ધ અકારાન્ત તપ શબ્દ છે. અહીં ચાણક્યનું એક અવતરણ આપી તપ અકારાન્ત પણ છે એ વાત સિદ્ધ કરી છે.' ગ્રંથને અંતે આપેલી પ્રશસ્તિની રચના પણ ઉપા. સિદ્ધિચન્દ્રજીની રચના જણાય છે. અહીં પણ તેઓની કવિત્વશક્તિના દર્શન થાય છે. હાથીના ગંડસ્થલ ઊપર પડતાં પ્રભાતના કિરણોને સિંદૂરની ઉપમા આપી છે. પર્વત ઉપર પડતાં સૂર્ય-કિરણોને કુંકુમના લેપ જેવા વર્ણવ્યા છે. છેલ્લે હીરસૂરીશ્વરના ગણમાં થયેલા પાઠક સકલચન્દ્રના શિષ્ય સૂરચન્દ્રના શિષ્ય ભાનુચન્દ્ર સૂર્યસહસ્રનામ રચવાનું જણાવ્યું છે. '' 28.