________________ માછલી અત્યંત પ્રસન્ન થઇ ગઇ. અને અકબર ઘણું જીવો. અકબરનો જય થાઓ એવા અંતરના આશીષ આપવા માંડી. અહી શ્લોક 5-6માં કાવ્યાત્મક શૈલિમાં બે ઐતિહાસિક તથ્યોને ગૂંથી લેવામાં આવ્યા છે. અકબરે ગોવધનો નિષેધ કરેલો એ જાણીતી વાત છે સાથ બલદનો વધ પણ બંધ કર્યો હોય એવું અહીં સૂચિત થાય છે. વળી, માચ્છીમારીનો નિષેધ પણ અકબરે હિનાકર્યાનું અહીં સ્પષ્ટ જણાવ્યું છે. અને આ પંક્તિના લેખક અકબરના સમકાલીનજ નહીં અકબર સાથે બબ્બે દશકાનો સહવાસ ધરાવતા એક જૈનમુનિએ લખી છે. એટલે એનું ઐતિહાસિક મૂલ્ય પણ ઊંચુ છે. આવીજ બીજી ત્રણ ઐતિહાસિક ઘટનાનો ઉલ્લેખ 8માં. શ્લોકમાં કર્યો છે. અકબરે નિર્વશ મરનારનું ધન લેવાનું બંધ કર્યું, હિંદુઓ ઊપરનો કજીયાવેરો લેવાનું પણ બંધ કર્યું અને શત્રુંજય ઉપર લેવાતો કર બંધ કરાવ્યો અને આ કાર્યોઅકબરે ઉ. ભાનુચંદ્રગણિના ઉપદેશથી કર્યાનું અહીં (શ્લોક 8માં) સ્પષ્ટ જણાવ્યું છે. પોતાના ગુર ઉપા. ભાનચન્દ્રજીનો પરિચય પણ સિદ્ધિચંદ્રજીએ અલંકારિક ભાષામાં આપ્યો છે. સરસ્વતી દેવીએ પોતાની વાણીના નૃત્યમાટે જેમની જીભને રંગભૂમિ બનાવી છે અને જેમના શિષ્યો બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન છે. આ ગ્રંથની એક વિલક્ષણ બાબત એ છે કે સ્વોપજ્ઞટીકા સાથે આ ગ્રંથની રચનાનું કાર્ય ઉપા. ભાનુચન્દ્રગણીએ કર્યું છે. જયારે એનું સંપાદન કાર્ય સિદ્ધિચંદ્રજીએ કર્યું છે. ગ્રંથકારને એમના શિષ્યો ગુરુભાઇઓ વગેરે એ સહાય કરી હોય અને એમનો ગ્રંથકાર પ્રશસ્તિમાં સાદર ઉલ્લેખ કરે એ નવી વાત નથી એવા તો અનેક દાખલા છે. પણ ગુરુએ 25