________________ બનાવેલા કાચા-લખાણને મઠારીને લખવું એનું મંગલાચરણ વગેરે પણ કરવું, પ્રશસ્તિ પણ લખવી એ આ ગ્રંથની વિશિષ્ટતા છે. આ ગ્રંથનો પ્રારંભનો મંગલાચરણથી ઇતિ ગ્રન્થાદ્યસાતિરિતિ કૃતં પલ્લવેન | સુધીનો અંશ સિદ્ધિચન્દ્રજીની. કલમે લખાયેલો છે. અને એમાં બ્લોક 10માં સ્પષ્ટ લખ્યું છે કેસૂર્યના નામોની વ્યાખ્યા ઉ. ભાનુચન્દ્રજીએ કરી છે. તેને જ સિદ્ધિચંદ્ર દ્વારા ‘વિચાર્ય લિગર્લે આમ આધુનિક સંપાદન પદ્ધતિના શ્રીગણેશ સિચિંગણિએ કર્યા છે એમ કહી શકાય. અત્યારે જેમ ગ્રંથની પૂર્વે સંપાદકો સંપાદકીય વક્તવ્યમાં ગ્રંથની ઉત્પત્તિના સંયોગોગ્રંથકારનો પરિચય વગેરે આપે છે. એવુંજ અહીં સિદ્ધિચંદ્રજીનું “સંપાદકીય વક્તવ્ય આપણને જોવા મળે છે. એવીજ રીતે અહીં શેખ અબુલફઝલે સહ-સંપાદકનું કાર્ય કર્યું હોય એવું પણ સ્પષ્ટ જણાય છે. વર્તમાનમાં ગ્રન્થના મુખપૃષ્ઠ ઊપર ગ્રંથકાર, સંપાદક, સંશોધકના નામ લખવાની પદ્ધતિ પ્રચલિત છે. આ પદ્ધતિના પુરસ્કર્તા પણ સિદ્ધિચન્દ્રગણિને જ માનવા જોઇએ. ગ્રંથનું પ્રારંભિક લખાણ આ પ્રમાણે છે. Imઅહં નમઃ | | મહોપાધ્યાયશ્રીભાનુચન્દ્રગણિગુરુભ્યો. નમઃ | શેખશ્રીઅબુલફજલકારિતા, મહોપાધ્યાયશ્રીભાનચન્દ્રગણિશોધિતા, મહોપાધ્યાયશ્રીભાનચન્દ્રમણિવિરચિતા ચતુશ્ચત્વારિંશદધિક-શ્રીસૂર્યસહસ્રનામટીકા | આવું લખાણ કોઇ પ્રાચીન ગ્રંથમાં ભાગ્યે જ જોવા મળે ! જયારે અહીં આવું લખાળ ગ્રંથના મથાળેજ નહીં દર સો નામ પછી જોવામાં આવે છે - 26