________________ અત્ર અકારાદીન્યષ્ટાદશાધિકશતસંખ્યાકાનિ ઈકારૌકારાન્તાનામત્રેવાન્તઃપાતિત્વમ્ | અહિં 118ની સંખ્યા બતાવી છે. જયારે આગલ પેજમાં ઇત્યેકોનવિંશતિશતં સ્વરાદિ | એજ પેરેગ્રાફમાં આગળ તાદીનિ દ્વાત્રિશત્ ! લખ્યું છે. જયારે ગ્રંથમાં તાદિ- 32 નહીં પણ 37 નામો જોવા મળે છે. એમ લાગે છે છેલ્લી ઘડી સુધી સુધારા વધારા ઉમેરા થતા રહ્યા હોય અને એનું વર્તમાન રૂપે સંકલન ઉપાધ્યાય સિદ્ધિચંદ્રજીએ કર્યું હોય, મૂલમાત્ર સૂર્યનામો હજાર મલે છે. સટીકમાં1044 મલે છે. એ વાત અગાઉ જણાવીજ છે. અંતરંગ પરિચય મંગલાચરણ પછી અકબર બાદશાહનું વર્ણન કરતાં ગ્રંથકારશ્રીએ ગાયના મુખે અકબરને આશીષ આપતાં જણાવ્યું છે કે મારા પુત્રો વૃષભો ધુરાને વહન કરે છે (ખેતી કરી અનાજ પકવે છે.) માર પુત્રીઓ-ગાયો અમૃત જેવું દૂધ આપે છે અને છતાં (નગુણા) જીભના લાલચુઓ. (માંસભોજીઓ) તે (મારા આવા ઉપયોગી સંતાનોને નિર્દયતા પૂર્વક હણી નાંખે છે. (આવી નિર્દય કતલને બંધ કરાવનાર) જીવનદાતા બાદશાહ અકબરને ધેનુઓ આશીષ આપે છે. (શ્લોક. 5) શ્લોક 6માં માછલીઓ બાદશાહને આશીષ આપે છે એ બાતા જણાવી છે. નદી, સરોવર વગેરેના કાંઠે કરોડો માછીમારોને જોઇને માછલી શોકગ્રસ્ત બની ગઇ. (આ માછીમારોની જાળમાં એના પતિ પકડાઇ જશે અને પોતાને પતિનો વિયોગ થશે એ ભયથી ધ્રુજતી માછલીને જયારે લોકમુખેથી સાંભળવા. મહ્યું કે શ્રી જલાલદીન બાદશાહ અકબરે આ બધા જીવોને અભયદાન આપ્યું છે. માછીમારીનો નિષેધ કર્યો છે ત્યારે - 24