________________ વિજયી ચ ભાવેન્નિત્યં સ શ્રેયઃ સમાપ્નયાત્ II2II કીર્તિમાન્ સુભગો વિદ્વાન, સ સુખી પ્રિયદર્શનઃ | - ભાવેદ્ વર્ષશતાયુશ્ચ સર્વબાધાવિવર્જિતઃ II3II નાસ્ના સહસમિદઅંશુમતઃ પઠેદ્ય , પ્રાતઃ શુચિર્નિયમવાન્ સુસમાધિયુક્તઃ | દૂરણ તં પરિહરન્તિ સદેવ રોગા, ભીતાઃ સુપર્ણમિવ સર્વમહોરગેન્દ્રાઃ II4II મૂળમાત્રમાં અંતે નીચે મુજબ લખાણ છે. સટીકમાં નથી. ઇતિ શ્રીસૂર્યસહસ્રનામ સ્તોત્ર સપૂર્ણમ્ | અમું શ્રીસૂર્યસહસ્રનામ સ્તોત્ર પ્રત્યહં પ્રણમ~થ્વીપતિકોટિરકોટિસંઘષ્ટિતપદકમલત્રિખરડાધિપતિ ત-દિલ્હીંપતિ-પાતિસાહિ-શ્રીઅકબરસાહી જલાલુદ્દીનઃ પ્રત્યહં કૃણોતિ ! સોડપિ પ્રતાપવાન્ ભવતુ ! મૂલમાત્રમાં 1000 નામ છે. સટીકમાં 1044 છે. નામોના ક્રમમાં પણ ફેરફાર જોવા મળે છે. મૂલ કરતાં સટીકમાં નામ વધુ છે હોય તે સ્વભાવિક છે. વળી કેટલાક નામ મૂલમાત્રમાં હોય અને સટીકમાં ન હોય એવું પણ જોવા મળે છે. સ્વોપજ્ઞટીકાનાં પ્રારંભમાં જણાવ્યું છે કે- શેખ અબુલફઝલે સૂર્યસહસ્રનામોને એકબરની પસંદગી મુજબનાં વર્ણક્રમથી ગોઠવ્યા છે. મૂળમાત્રમાં પણ લગભગ વર્ણક્રમ આવોજ છે. એટલે મૂલમાત્રનાં વર્ણક્રમ ગોઠવવામાં પણ શેખે કંઇક પ્રયત્ન કર્યો હોય તે બનવા જોગ છે. જો કે વર્ણક્રમમાં પણ એકદમ ચોક્કસાઈ જળવાઇ હોય એવું જણાતું નથી. કેટલાક અપવાદો પણ જોવા મળે છે. સટીકના પ્રારંભમાં- ગ્રંથમાં પ્રયોજેલ વર્ણક્રમ અને તેમાં આવતા નામોની સંખ્યા આપી છે. આમાં પણ કેટલીક ગડબડ જોવા મળે છે. જેમકે-- સટીકમાં વિગતનો પ્રારંભ આ રીતે છે - 23