________________ રચના પ્રાચીન કાલથી થતી રહી છે. ‘જિન સહસ્રનામની જુદા-જુદા કર્તાઓની સાત કૃતિનો પરિચય શ્રી હીરાલાલ કાપડિયાએ (જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, ખંડ-2, ઉ. 1, પૃ. 552થી) આપ્યો છે. અને આજ પ્રકરણમાં ‘પાર્શ્વનાથ સહસ્રનામ’ અને ‘પદ્માવતી સહસ્રનામ’નો પરિચય છે. આ રીતે વિષ્ણુ સહસ્ત્રનામ' વગેરે અજૈન લેખકોની કૃતિઓ પણ પ્રસિદ્ધ છે. કોઇ અજ્ઞાત લેખકની ‘અકબર સહસ્ત્રનામ' સંસ્કૃત રચના કૃપારસ કોષ’ના પરિશિષ્ટમાં પ્રગટ થઇ છે. સ્તુતિ સાહિત્ય અજૈન ગ્રંથકારોની દાર્શનિક કે સાહિત્યિક કૃતિ ઉપર જૈન સાહિત્યકારોએ ટીકા આદિ રચ્યાના ઘણા ઉદાહરણો છે. ઉપાધ્યાય ભાનચંદ્ધ-સિદ્ધિચંદ્રજીની કાદંબરી ટીકા, કેશવમિશ્રની ‘તર્કભાષા’ ઉપર સિદ્ધિચંદ્ર જી અને શુભાશીલગણિની ટીકાઓ વગેરે અનેક રચનાઓ છે. પરંતુ સૂર્યના નામોનો સંગ્રહ અને એના ઉપર સ્વોપજ્ઞ ટીકા જેવો બીજો દાખલો મળતો નથી. સૂર્યવિષયક જૈન-અજૈન કૃતિઓ કોબા સ્થિત આચાર્ય કૈલાશ સાગર સૂરિ જ્ઞાનમંદિર તરફ થી મળેલી માહિતીની ટૂંક વિગત આ પ્રમાણે છે. જૈન કૃતિઓઃ સૂર્યશતક ઉપર મુનિસુંદર સૂરિશિષ્યકૃત અવચૂર્ણિ સૂર્યની ગહ્લી (કર્તા મુનિ રત્ન) સૂર્યવ્રત ઉદ્યાપન વિધિ, સૂર્યાયન તપ, સૂર્ય-ચંદ્ર શ્લોક, (પ્રસાદપ્રતિષ્ઠા અંતર્ગત) રવિસ્તોત્ર, સૂર્યદીપિકા ટીકા, (આચાર્ય સુદર્શના સૂરિ) સૂર્ય (આ. બુદ્ધિસાગર સૂરિ) સૂર્યપ્રકાશ (આ. 18 અકબરની રસરુચિ જોઈને કોઈ પંડિતે “અલ્લોપનિષદ્ રચ્યું છે. આ રચના કોઈ સામયિકમાં પ્રગટ પણ થઇ છે. 21