________________ દેખ્યો.પૂર્વભવ પ્રગટ સુણીઇ ચતુર સુજાણ. સંસ્કૃત શ્લોકથકી કરું છપ્પય કવિત પ્રમાણ. અથ છપ્પયઃ તપસી બ્રહ્મચારી નામ હૈ મુકુંદ જાકો તીરથ પ્રયાગ કામ ધામ મન ન્યાય હે પન્નર સેહે 81 સંવત કો માન જાણો. માઘ વદિ દ્વાદશી પ્રથમ જામ જાય કે અગન કુંડમેં મુકુંદે દેહહોમ કીનો. તપ જપ સાધને પ્રબલ બલ પાયકે કરત કવિરાજ દીપ અકબર બાદશાહ ભયો હૈ ભાન જેસો દિલ્લી પર આયકે. દુહા ખબર કરાઇ પ્રાગ્વડ મિલિયો સબ સંકેત. પ્રગટ વાત અકબર કરે બહુ પંડિત જન શેત. અગ્નિહોમ કરવત મરણ કરે માફ સુલતાન. આજ લગે તે માફ છે, અકબર હુકમ પ્રમાણ. ‘વિશાલ ભારત’. ના 1946 ડિસેંબર અને 1948 એપ્રિલના અંકમાં પણ સંન્યાસી બળી મરીને અકબર થયાની વિગતો આપી છે અને અકબરે ખોદકામ કરતાં જે તામ્રપત્ર મેળવ્યું તેમાં વસુ-નિધિ-શર-ચંદે તીર્થરાજ પ્રયાગે. - તપસી બહલ પક્ષે દ્વાદશી પૂર્વયામ | આ શિરિવનિ તનુબ હોમ્યા ખંડ ભૂમાધિપત્ય : સકલ દુરિત હારી બ્રહ્મચારી મુકુંદુઃ || આ પ્રમાણે લખાણ હોવાનું જણાવ્યું છે. શ્રી ખૂબચંદ કે. પારેખનાં પુસ્તક “આત્મવિજ્ઞાન’ પૃ. 72-74માં પણ ઉપરોક્ત વિગતો આપી છે. પીપલીગ્રાફી ઑફ ઇંડિયામાં સ્મિથે પણ આનું ઉલ્લેખ કર્યું છે. 19.