________________ જાણી શકાયું નથી. અકબર બાદશાહ અકબર બીજા બધા મુસ્લિમ સત્તાધીશોથી સાવ અનોખો હતો. એવું એના અનેક કાર્યો ઉપરથી સ્પષ્ટ જણાય છે. સૂર્યના હજાર નામોનો રોજ પાઠ કરવો અને સંસ્કૃતમાં બંધાના ઉચ્ચાર કરવાનું કામ હિંદુ રાજાઓના જીવનમાં પણ ભાગ્યેજ જોવા મળે.'' ઇસ્લામના કેટલાક સિદ્ધાંતો ઉપરથી એની શ્રદ્ધા ઉઠી ગઇ હતી. એ જણાવતાં-કેટલાક ઉલ્લેખો એના સમકાલીન ઇતિહાસકારોએ નોંધ્યા છે. ઇતિહાસકાર બદાઉની લખે છેઃ ‘સમ્રાટે ઇસ્લામધર્મના પુનઃ ઉદ્ધવ સંબંધીના ખ્યાલો, કયામતના દિવસ અને તેને લગતી વિગતો તેમજ પયગંબરની દંતકથા પર રચાયેલા બધાં હકમોમાં શ્રદ્ધા કાઢી નાંખી- ખાસ કરીને આત્માઓના પુનર્જન્મના સિદ્ધાંતે તેના ચિત્તમાં દઢમૂલ નાંખ્યું.’ (અલ-બદાઉની, પૃ. 263-4). આ બધું થવામાં એક કારણ એવું પણ આપવામાં આવે છે કે અકબર પૂર્વભવમાં હિંદુ સંન્યાસી હતો અને એણે જાતિસ્મરણજ્ઞાન થયું હતું. કવિ શ્રી દીપવિજયજી સોહમકુલરત્ન પટ્ટાવલીમાં લખ્યું છે હવે દિલ્હીપતિ જાણીઇ અકબર શાહ સુલતાના પૂરણ ભાગ્ય મુજબલી નૃપશેખર નૃપભાણ એક દિન બ્રહ્મચારી કાલે દેખી અકબર બાદશાહ ઇહાપોહ કરતા પ્રગટ જાતિસ્મરણ થાય. | '18