________________ 7. વિવેકવિલાસ ટીકાઃ વાયડગચ્છના જિનદત્તસૂરિજીના ગ્રંથ ઉપરની આ ટીકા વિ.સં. 1678માં રચાઇ છે. લાભવિજય ઉપાધ્યાય આનું સંશોધન કર્યું છે. 8. ષત્રિશિકા વૃત્તિઃ આની પ્રત વિમલગચ્છના ભંડારમાં છે. ઉપાધ્યાય સિદ્ધિચંદ્રજીની ગ્રંથરચના 1. કાદંબરી ઉત્તરાર્ધ ટીકાઃ આ ટીકાની રચના ઉપાધ્યાયપદ પ્રાપ્તિ (વિ.સં.1673) પછી થઇ છે. નિર્ણયસાગરપ્રેસ દ્વારા પ્રકાશિત છે. 2. શોભનસ્તુતિ ટીકાઃ આગમોદયસમિતિ દ્વારા પ્રકાશિત. ગ્રંથાગ્રઃ 2200. આનો પ્રથમ આદર્શ કર્તાના વડિલ ગુરુબંધુ શ્રી ભાવચંદ્રજીએ કર્યો 3. વૃદ્ધ પ્રાસ્તાવિકરત્નાકર (ગ્રંથકારના ગુરભાઈ શિવચંદ્રજીએ લઘુ પ્રાસ્તાવિક રત્નાકર રચ્યું છે. અને ભીમશ્ર બાણેકે પ્રસિદ્ધ કર્યું છે.) 4. ભાનચંદ્રચરિતમઃ સિંધિ ગ્રંથમાલામાં પ્રસિદ્ધ છે. 5. ભક્તામરસ્તોત્ર ટીકાઃ ભીમસિંહ માણેકદ્વારા પ્રકાશિત. 6. તર્કભાષા ટીકાઃ કેશવમિશ્રની “તÉભાષા” ઉપર વૃત્તિ. 7. સપ્તપદાર્થોટીકાઃ શ્રીશિવાદિત્યની “સપ્તપદાર્થ ઉપર ટીકા. 8. જિનશતકટીકાઃ શ્રીજંબૂનાગની કૃતિ ઉપર ટીકા. રચના સંઘપુરમાં, સં.1714. 9. વાસવદત્તા વૃત્તિઃ સુબંધુના ચંપૂકાવ્ય ઉપર ટીકા, સંઘપુરગામમાં વિ. સં. 1722માં રચના 16