________________ 2. વસંતરાજ શકુનશાસ્ત્રવૃત્તિઃ આ ટીકાની રચના સિરોહીમાં અખેરાજના રાજયકાલ (વિ.સં. 16741720)માં થઇ છે. આનું સંશોધન ઉપાધ્યાય સિદ્ધિચંદ્રજીએ કર્યું છે. વિ.સં.1940માં શ્રીધરજટાશંકરેએ આનું પ્રકાશન કરેલ છે. વિ. સં. 1963માં વેકટેશ્વર પ્રેસે હિંદી અનુવાદ સાથે પ્રસિદ્ધ કર્યું છે. 3. કાદંબરી પૂર્વાર્ધ ટીકાઃ આની રચના આચાર્ય વિજય તિલકસૂરિજીના સમયમાં (વિ.સં. 1673-1676) સિદ્ધિચંદ્રજીની પ્રસન્નતામાટે થઇ છે. નિર્ણયસાગરે આનું પ્રકાશન કર્યું છે. 4. સારસ્વત વ્યાકરણવૃત્તિ, ટિપ્પણ (વિવરણ): ક્ષેમેન્દ્રની ટીકા ઉપરના આ ટિપ્પણનું સંશોધન ગ્રંથકારના શિષ્ય સિદ્ધિચંદ્રજીએ કર્યું છે. છાણી સ્થિત પ્રવર્તક કાંતિવિજયજીના ભંડાર વિ. માં આની પ્રત છે. 5. કાવ્યપ્રકાશવૃત્તિઃ મમ્મટના કાવ્યપ્રકાશઉપરની આ વૃત્તિ અમદાબાદ વિમલગચ્છના ભંડારમાં હોવાનું ભંડારકરે (ઇ. સં. 1883-84) રિપોર્ટમાં નોંધ્યું છે. (સિ ચંદ્રગણિએ કાવ્યપ્રકાશખંડન રચ્યું છે, એ આનાથી ભિન્ન જણાય છે.) 6. નામશ્રેણિવૃત્તિઃ આ ટીકા જે ગ્રંથ ઉપર છે તેના ‘વિવિક્તનામસંગ્રહ’ ‘નામમાતા’ ‘ભાનુચંદ્ર નામમાલા” એવા નામો પણ મળે છે. આ વૃત્તિ આચાર્ય : વિજયસેનસૂરિજી (વિ.સં. 1672 સ્વર્ગવાસ) ના સમયમાં રચાઇ છે. વિ.સં. 1698માં લખાયેલી આની પ્રત ડેલાના ભંડારમાં છે. 15