________________ ઉપાધ્યાય સિદ્ધિચંદ્ર ગણિ. ઉપાધ્યાયશ્રી ભાનુચંદ્રજીનો શિષ્ય પરિવાર " કવિ ઋષભદાસે વિ.સં. 1685માં રચેલા ‘હીરવિજયસૂરિરાસ’માં લખેલ છે કે ઉપાધ્યાયજીને 80 શિષ્યો હતા. તેમાંથી 13 પંન્યાસપદારૂઢ હતા. બધાના નામ મળતા નથી. જે મળે છે તે આ પ્રમાણે છેઃ 1. ઉદયચંદ્ર 2. ભાવચંદ્ર3, સિદ્ધિચંદ્ર 4. દેવચંદ્ર 5. વિવેકચંદ્ર 6, ઋદ્ધિચંદ્ર 7. સુમતિચંદ્ર 8. હીરચંદ્ર 9. સોમચંદ્ર 10. હીરચંદ્ર 11. સુખચંદ્ર 12. કુશલચંદ્ર 13. અમરચંદ્ર 14. શિવચંદ્ર 15. લબ્ધિચંદ્ર ઉપાધ્યાય ભાનચંદ્રજીની એક શિષ્ય પરંપરા આ પ્રમાણે મળે છેઃ ઉપાધ્યાય ભાનુચંદ્ર જી- ભાવચંદ્રકનકચંદ્ર- કપૂરચંદ્ર- મયાચંદ્ર- ભક્તિચંદ્ર- ઉદયચંદ્રઉત્તમચંદ્ર-શિવચંદ્ર. સિદ્ધિચંદ્રજી લઘુશાંતિની ટકાં લઘુશિષ્ય કપૂરચંદ્રના અધ્યયન માટે રચ્યાનું જણાવે છે. એમના એક અન્ય શિષ્યની પરંપરા આ પ્રમાણે મળે છેઃ ઉપાધ્યાય સિદ્ધિચંદ્રઅમીચંદ્ર- ગુણચંદ્ર- ગોવિંદચંદ્ર.એમના અન્ય શિષ્યો વિષે વિગતો મળી નથી. . સરસ્વતી દેવીની કૃપા આ પરંપરા ઉપર સારી ઉતરેલી. આ બંન્ને ગુરુ-શિષ્યોએ પણ સુંદર સાહિત્ય સર્જન કર્યું છે. સાહિત્યસર્જનની ઉપલબ્ધ વિગતો આ પ્રમાર્ગે છે. ઉપાધ્યાય શ્રીભાનુચંદ્રગણિકૃત ગ્રંથો. 1. રત્નપાલ કથાનક મોહનલાલ દેસાઈ જણાવે છે કે આ સંસ્કૃતકથામાં તરસ્યાને પાણી આપવાથી થતા લાભની વાત જણાવી છે. ઉદયપુરના યતિ વિવેકવિજયના ભંડારમાં 1662માં માલપુરમાં. લખાયેલી આની પ્રત છે. બુહબરના રિપોર્ટ ઈંઈંઈ(ઇ. સં. 1872-73માં) પણ આનો ઉલ્લેખ છે. 14