________________ અહિંસાપાલનના હુકમો હતા. તે તાજા કરી આપ્યા. અમારિપાલનમાં એકમાસનો વધારો પણ કરી આપ્યો. બંન્ને ગુર, શિષ્યના જન્મ સંવત અને દીક્ષા સંવત્ મળતાં નથી. પણ વિ. સં. 1640માં પંન્યાસપદ મેળવનાર ભાનચંદ્રજી વિ. સં. 1722 પછી સ્વર્ગવાસ પામ્યા છે. એવું ત્રિપુટી મહારાજનું અનુમાન છે. આ અનુમાન સાચું હોય તો. તેઓ શતાધિક વર્ષાયુ હોવા જોઇએ. શ્રીમોહનલાલ દલીચંદ દેસાઇનું અનુમાન છે કે ઉપાધ્યાય ભાનુચંદ્રજીનું વિ. સં. 1699 પૂર્વે સ્વર્ગગમન થયું હશે. કેમકે આ વર્ષમાં સિદ્ધિચંદ્રજી એક સંઘમાં જોડાયા એ વખતે એમના ગુરુ મહારાજ સાહેબનો ઉલ્લેખ નથી. ગુરપરપરા ગ્રંથકારશ્રી અને સંશોધકશ્રી ગુરુ-શિષ્ય છે. તેઓની ગુરુપરંપરા આ પ્રમાણે મળે છે. ભગવાન મહાવીર પ્રભુની 55મી પાટે તપગચ્છમાં આચાર્ય હેમવિમલસૂરિ થયા. લોકાગચ્છના જીવાજીના શિષ્ય હાના ઋષિ વગેરે મૂર્તિપૂજક સંપ્રદાયમાં સત્ય જણાવવાથી પોતાના પક્ષ છોડી આચાર્ય હેમવિમલસૂરિજી પાસે સંવેગી દીક્ષા સ્વીકારી. - 1 આચાર્ય હેમવિમલસૂરિજીએ તેઓને પોતાના શિષ્ય કુશલમાણિક્યના શિષ્ય મુનિ સહજકુશલ બનાવ્યા. આચાર્ય સહજકુશલ જી (હાના ઋષિ) ના શિષ્ય સકલચંદ્ર ઉપાધ્યાય થયા. શ્રી સકલચંદ્રજી અને એમનો પરિવાર વિદ્વાનોની ખાણ હોવાથી, એમના પરિવારમાં આચાર્ય વિજયદાનસૂરિજી મહારાજે “સરસ્વતીકુટુંબનું બિરુદ આપ્યું હતું. ઉપાધ્યાય સકલચંદ્રજીના શિષ્ય પંન્યાસ સૂરચંદ્રગણિ. તેમના શિષ્ય ઉપાધ્યાય ભાનચંદ્ર ગણિ, તેમના શિષ્ય