________________ બનાવેલું. બાલવયમાં સિદ્ધિચંદ્રજીએ અકબરની સભામાં અવધાન કરી સૌને પ્રભાવિત કરેલા. ભાનુચંદ્રચરિત્રમાં સિદ્ધિચંદ્રજીએ પોતે કરેલા અભ્યાસની વિગત આપી છે. પાતંજલમહાભાષ્ય, નૈષધકાવ્ય, તત્ત્વચિંતામણિ, કાવ્યપ્રકાશ વગેરે ઉપરાંત છંદ, નાટક વગેરે ના શાસ્ત્રોનો ટૂંક સમયમાં અભ્યાસ કર્યો. અકબરે કહ્યું: ‘ફારસીભાષા પઢો મુનિશ્રીએ ફારસીનો પણ એવો સંગીન અભ્યાસ કર્યો કે એ ભાષામાં નિપુણ બન્યા. પ્રતિષ્ઠાઓ, દીક્ષાઓ ગુરુ-શિષ્યની જોડલીએ કરેલા પ્રતિષ્ઠાદિ કાર્યોની વિગત આ પ્રમાણે મળે છે. માલપુરમાં શ્રીસુમતિનાથ જિનાલયની પ્રતિષ્ઠા, જગદ્ગુરુના ચરણપાદુકાની પ્રતિષ્ઠા, (વિ.સં. 1672). બીજી પણ નવ પ્રતિષ્ઠાઓ તેમના હાથે થઇ. વિ. સં. 1673માં જાલોરમાં 21.ભાઇ, બહેનોને દીક્ષા આપી. આચાર્ય શ્રીવિજયસેનસૂરિજીના સ્વર્ગવાસ પછી તપગચ્છના બે ફાંટા પડચા ત્યારે આ ગુરુ-શિષ્ય વિજયાનંદસૂરિના પક્ષે રહ્યાં. આચાર્ય વિજય તિલકસૂરિજીના આચાર્ય પદવી સાથે પંન્યાસ સિદ્ધિચંદ્રજીને ઉપાધ્યાય પદ વિ. સં. 1673માં આપવમાં આવ્યું. ઉપાધ્યાય ભાનુચંદ્રજી વિ. સં. 1639માં જગદ્ગુરુ સાથે મોગલદરબારમાં પહોંચ્યા. ત્યારથી વિ. સં. 1662માં અકબરના સ્વર્ગવાસ સુધી રોકાયા. એ પછી બાદશાહ જહાંગીરની સંમતિ મેળવી ગુજરાત તરફ વિહાર કર્યો. પુનઃ જહાંગીરની વિનંતિથી વિ. સં. 1669માં આગ્રા પધાર્યા..ચાર વર્ષ બાદ વિ. સં 1673માં મારવાડ તરફ વિહાર કર્યો. ફરી વિ. સં. 1676માં આગ્રા પધાર્યા. આ વખતે જહાંગીરે અકબરના જૂના ફરમાનો કે જેમાં કરમાંથી, ધર્મસ્થાનરક્ષા, 12