________________ અધ્યયન કરાવ્યું. (ભાનુચંદ્રચરિત 2160). ઉપાધ્યાય સિદ્ધિચંદ્રજી સિદ્ધિચંદ્ર મુનિમાં વડો જિમ મગદલમાં સિંહ | જેણે જહાંગીરનાર દેખતાં, રાખી સુંદર લીહ || . (હીરવિજયસૂરિરાસ પૃ. 185) બાપ કરતાં બેટા સવાયા નીકલે તેમ ગુરુ કરતાં શિષ્ય સવાયા નીકલે એવા ઘણા પ્રસંગો બન્યા છે. બાલ્યવયમાં જગદ્ગરના હાથે રજોહરણ મેળવી બન્ને બંધુઓ આગ્રામાં ગુરુ ઉપાધ્યાય ભાનુચંદ્રજી પાસે પહોંચી ગયા. રૂપાળા અને નાનકડા સિદ્ધિચંદ્રજી ઉપર અકબરનું પુત્રવત્ વાત્સલ્ય રહ્યું છે. ખુરૂહમની પદવી પણ અકબરે એમને આપી છે. તીવમેધાશક્તિવાળા સિદ્ધિચંદજી શતાવધાની હતા. જેવા મેધાવી હતા એવાજ સંયમના ખપી હતા. વિ. સં. 1672માં બાદશાહ જહાંગીરે કહ્યું કેઃ ‘તમારા જેવા યુવાન અને રૂપાલા વ્યક્તિએ સાધુજીવનના કષ્ટો શા માટે સહેવા જોઇએ ? તમને પાંચ સૌ ઘોડેસવારનું નાયકપદ અને ખૂબસૂરત કન્યા આપું.' સિચિંદ્રજીએ રોકડું પરખાવ્યું કેઃ ‘મોટું સામ્રાજય આપો તો પણ સંયમ ન છોડું.” જહાંગીર નારાજ થયો તો મુનિશ્રી આગરા છોડી માલપુર ચાલ્યા ગયા. આખરે જહાંગીરને ભૂલ સમજાતાં માનભેર પાછા તેડાવ્યા. સિદ્ધિચંદ્રજી ષડ્રદર્શનના જાણકાર તો હતા જ. ઉપરાંત ફારસી ભાષાનું જ્ઞાન ઉડું હતું. ફારસી ભાષાનું અધ્યાપનકાર્ય પણ એમને કરાવ્યું છે. બુર્કાનપુરમાં 32 ચોરોને મારી નાખવાના છે. એ સમાચાર મળતાંજ દયાના સાગર સિદ્ધિચંદ્રજીએ બાદશાહપાસેથી ફરમાન મેળવી તે ચોરોને અભયદાન અપાવ્યું હતું. એ રીતે એક લાડવણિકને પણ હિાથીના પગતળે કચડાવવાનો હુકમ રદ કરાવેલો. આ વણિફ શ્રીમાલી જયદાસ જપાએ પછી બુર્કાનપુરમાં ભવ્ય જિનાલય