________________ લૂંટવાના કાર્યથી બાદશાહને એમને અટકાવ્યો હતો. એટલું નહિં પરંતુ બહનપુરમાં શ્રીભાનચંદ્રજીના ઉપદેશથી ચાર જિનાલય, નૂતન ઉપાશ્રય આદિનું નિર્માણ થયું હતું. આગ્રામાં ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય ઉપાધ્યાય ભાનુચંદ્રજીના ઉપદેશથી બન્યું. એના નિભાવ માટે અકબરે રોશનમોહલ્લો આપેલો. વિ. સં. 1647માં સુબા અજીતકોકાનો પુત્ર ખુરમે શત્રુંજય તલાટીનું જિનાલય તોડયું અને ગિરિરાજ ઉપર મખ્ય જિનાલયને સળગાવવા ચારે તરફ લાકડા ગોઠવ્યા. આચાર્ય વિજયસેન સૂરિજીએ આ સમાચાર તરત દિલ્હી પહોંચાડયા. પંન્યાસ સિદ્ધિચંદ્રજીએ તરત બાદશાહ પાસેથી ફરમાન લખાવી આ અકાર્યને અટકાવી દીધું. ઉપાધ્યાય ભાનુચંદ્ર અને ઉપાધ્યાય સિદ્ધિચંદ્ર ગુરશિષ્યની જોડલીએ મોગલ દરબારમાં બે દશકા જેવો દીર્ઘકાલ વિતાવી ઘણી શાસન-પ્રભાવના કરી છે. સિદ્ધિચંદ્રજી પણ ગુરુના જેવા વિદ્વાન હતા અને ‘કાદંબરી” જેવા સંસ્કૃત સાહિત્યના પ્રશિષ્ટ ગ્રંથની ટીકા આ ગુરુ-શિષ્યની જોંડલીએ કરી છે. કાદંબરીની રચના. ‘બાણ પંડિતે અને એના પુત્રે કરી છે. પિતા-પુત્રકૃતિની ટીકા ગુરુ-શિષ્ય કરી. કેવો યોગાનુયોગ ! આવો જ બીજો યોગાનુયોગ એ પણ છે કે ગુરુ ઉપાધ્યાય ભાનચંદ્રજીએ પોતાના મોટા ભાઇ સાથે બાલવયે દીક્ષા. લીધી. એજ રીતે સિદ્ધિચંદ્રજીએ પણ પોતાના જયેષ્ઠ બંધુ ભાવચંદ્રજી સાથે બાલવયમાં સંયમજીવન પ્રાપ્ત કર્યું. ઉપાધ્યાય ભાનુચંદ્રજી અધ્યાપન કાર્ય પણ કર્યું છે. અકબરના પુત્રો જહાંગીર અને દાની આલને જૈનધર્મનો પરિચય કરાવ્યો. શેઠ અબ્દુલ ફઝલને “ધદર્શનનું '10