________________ હ૬-૩/પરિશિષ્ટ - 205 જે મન વચનને કાયથી કરી કારવી અનુમોદીને, પાપો કર્યા જે આજ સુધી ભવવને ખૂબ રાચીને, જે ધર્મથી વિરુદ્ધ નાનાં મોટાં સહુયે પાપની, તેહની સદાયે નિંદા ગહ જિન સમક્ષે હું કરું. 41 સુકુતાનુમોદના અરિહંતના અરિહંત પદની હું કરું અનુમોદના, વર સર્વ સિદ્ધાંતણા કરું સિદ્ધપદતણી અનુમોદના, આચાર્યના આચાર પંચકની કરું અનુમોદના, ઉપાધ્યાયના ઉપાધ્યાય-પદની પણ કરું અનુમોદના. 42 અણગારના ચારિત્રની શ્રાવકતણી વિરતિ તણી, સંમકિત દૃષ્ટિ જીવની સમ્યક્તરૂપ વર ભાવની, અનુમોદના હું ત્રિવિધ ત્રિવિધ સદા ગુણીની ઉચ્ચરું, ત્રણ કાળના સવિ પંચ પરમેષ્ઠિ તણાં પદને હું નમું. 43 અથવા શ્રી જિનવર આણ અનુસરી કુશલકારી જે ઘણાં, ત્રણે કાળના સવિગતિતણાં જીવવર્ગનાં સુકૃતો ઘણાં, તેહ સર્વની અનુમોદના હું ઉલ્લસિત હૈયે કરું, સો વાર, શ્વાસોશ્વાસ માંહી તેહના ચરણે નમું. 44 આવો મનુષ્યભવ પામીને નવિ ચારનું શરણું ધર્યું, દાન-શીલ-તપને ભાવધર્મ રયણ નવિ આરાધીયું, ચારે ગતિનો અંત થાય એવી સાધના નવિ કરી, તે જીવ હારી ગયો જનમને પુણ્ય મૂડી પૂરી કરી. 45 આ ચારનું શરણું સદાયે ઘડી ઘડી પળ બાવજો, નિંદા ને ગહ પાપની કરી અશુભ પાપો ટાળજો, જિનવચન અનુરૂપ સુકૃતો કરનારની અનુમોદના, કરી પુણ્યપુંજ ભરી સદાયે સાધજો સુખ મુક્તિનાં. 47 ડરશો ન વ્યાધિથી જરી હસતે મુખે તે વેઠજો, પાપોતણાં બંધન કપાશે જો સમાધિ રાખશો, મમતા તણાં સહુ બંધનો કરજો સદાયે વેગળાં, જેથી થશે આંતર રિપુગણ તુમતણા બહુ વેગળાં. 47