________________ 204 श्रीचतुःशरणप्रकीर्णकम् મુક્તિતણી એક આશથી જે ધર્મને સેવે સદા, પુણ્યાનુબંધી પુણ્ય શુભકારી સંપત્તિ દે સદા, અંતે અપાવી મોક્ષને શાશ્વત સુખો જે અર્પતા, એહવા શ્રી જિનવરધર્મને હું અતીવ નમ્રપણે નમું. 34. મારી હઠાવે પાપકર્મો જન્મને સફળો કરે, કાપી અધર્મ સુધર્મ સ્થાપી શુભ વિચારો મન ભરે, જરા-જન્મ-વ્યાધિ, મરણ આદિ જેહથી દૂરે ટળે,. એહવા શ્રી જિનવરધર્મને હું અતીવ નમ્રપણે નમું. 35 . દૂર થાયે જેહના નામથી કામાદિ આંતર શત્રુઓ, . જેના સ્મરણથી ભાગતા સવિ આપદા ને શત્રુઓ, સંપૂર્ણ આરાધનતણું ફળ મુક્તિ અંતિમ જેહનું, એહવા શ્રી જિનવરધર્મને હું અતીવ નમ્રપણે નમું. 37 ઉપરોક્ત રીતે અખિલ જગચિંતામણિરૂપ, ચારને, નમી ભાવથી શરણું ગ્રહી કરી હર્ષનિર્ભર હૃદયને, જેણે સ્વીકાર્યું શરણ એહનું તેહને શી ચિંત છે, દેવેન્દ્ર પણ દુઃખ દઈ શકે ના, અન્યની શી બીક છે? 37 આ ભવમહીં કે અન્ય ભવમાં જિનવચનથી વિરુદ્ધ છે, કર્યા પાપ તેહની નિંદના કરું જિન સમક્ષે શુભ મને, મિથ્યાત્વના અંધકારમાં પામર બનેલા મુજથી, થઈ જિન આદિની આશાતના હું નિંદુ તેહને ચિત્તથી. 38 શ્રુતધર્મને શ્રી સંઘ સાધુ આદિ બહુગુણી જન વિષે, આશાતનાદિ મન-વચન-કાયા થકી કીધ ભવ વિષે, જે અન્ય પણ પાપો ક્યાં અજ્ઞાન આદિના વશે, તેહની સદાયે નિંદા ગહ જિન સમયે હું કરું. 39 જે મૈત્રી આદિ ભાવનાને યોગ્ય જીવ તણે વિષે, તાડન અને ભેદનાદિ દુઃખો આપ્યાં બહુ મેં ભવ વિષે, આવાં બહુ દુઃખો દઈ જે પાપ બાંધ્યાં ચીકણાં, નિંદા ને ગઈ રોતી આંખે જિન સમશે કરું. 40 દુષ્કૃત-નિંદા