________________ રાઇડ-૩/પરિશિષ્ટ - 203 મૂક્યા છે વિષય કષાય મનથી વળી વનિતા સંગને, સુખમાં કે દુઃખમાં નથી કર્યો જરા હર્ષ કે વિષાદને, રહી અપ્રમત્તપણે સદા જિનઆણમાં ચિત્તડું ઠર્યું, તેહવા ત્રિવિધ સર્વમુનિને શરણ ગ્રહીને હું નમું. 27 હિંસાદિ દોષરહિત નિર્મળ જીવન છે જગ જેહનું, સવિ જગતના જંતુ ઉપર કૃપાળુ મનડું જેહનું, શાશ્વત-સુખોદધિ-મુક્તિ પંથે જેહનું મન દોડતું, તેહવા વિવિધ સાધુચરણે શરણ ગ્રહીને હું નમું. 28 સાધુજીવનના ગુણ રયણના એક રત્નાકર સમા, કલિકાલમાં પણ પાપકાર્યોથી સદા દૂર ભાગતા, બહુ પાપકારી ભોગની લીલાથી દૂર મન જેહનું, તેવા વિવિધ સાધુચરણે શરણ ગ્રહીને હું નમું. 29 દીસે જગતમાં જેહને સવિ નારીઓ નાગણ સમી, તેથી જ અર્થ ને કામને વમી નીકળ્યા સંયમ ભણી, ગુણ વર્ણવા કેમ તેહના જે ગુણરયણ રયણાયરૂ, તેહવા ત્રિવિધ સાધુચરણે શરણ ગ્રહીને હું નમું. 30 કેવળીકથિત ભવસિંધુતારક નાથ ભવિજન તારવા, દ્રષ-રાગ-મોહ-અજ્ઞાન આદિ અરિસમૂહને મારવા, કામ, ક્રોધ આદિ વિષય દાવાનળ તણા દવ ઠારવા, શ્રી જિનપ્રણીત વરધર્મને હું અતીવ નમ્રપણે નમું. 31 જેહની કૃપાથી રંક પણ રાજા થઈને દીપતા, જેહના જ નામસ્મરણથી દેવેન્દ્ર પણ સેવક થતા, તીર્થકરો પણ જેહને નમી દેશનાને આપતા, એહવા શ્રી જિનવરધર્મને હું અતીવ નમ્રપણે નમું. 32 વાસુદેવ ને બળદેવ-ચક્રી અર્ધ ચક્રી લક્ષ્મીને, શકેન્દ્રને અહમિન્દ્ર આદિ સર્વ ભૌતિક લક્ષ્મીને, પામ્યા અનંતા પામશે વળી પામતાં ભવિ જેહથી, એહવા શ્રી જિનવરધર્મને હું અતીવ નમ્રપણે નમું. 33 ધર્મ શરણઃ