________________ 202 श्रीचतुःशरणप्रकीर्णकम् સાધુ શરણ : ચિદાનંદરૂપ પરબ્રહ્મની જેહ લક્ષ્મીને વેગે વર્યા, સમારંભ-આરંભ દોષ વર્જિત જે નિરારંભ ગુણ વર્યા, ભુવનરૂપી ઘર ધારવા જે સ્તંભની ઉપમા વર્યા, તેહવા ત્રિવિધ સિદ્ધચરણે શરણ ગ્રહીને હું નમું. 20 સમસ્ત જીવના બંધુ તુલ્ય સદાય છે જે વિશ્વમાં, દુઃખોતણા સાગરતણો જેહ પાર પામ્યા વિશ્વમાં, રત્નત્રયીથી મુક્તિસુખના સાધકો જે વિશ્વમાં, તેહવા ત્રિવિધ સર્વમુનિને શરણ ગ્રહીને હું નમું. 21. ' પરમાવધિ-વિપુલમતિને કેવળી જે મુનિવરો, જિનશાસને બહુશ્રુતધરા આચાર્ય આદિક મુનિવરો, દશ ચૌદને નવ પૂર્વધારી ગુણનિધિ જે મુનિવરો, તેહવા ત્રિવિધ સર્વમુનિને શરણ ગ્રહીને હું નમું. 22 અગ્યાર અંગ ઉપાંગ બારહ ચૌદ પૂર્વો ધારતાં, , જિનકલ્પની તુલના કરીને કર્મવનને બાળતાં, પરિહાર વિશુદ્ધિ નામ સંયમધારી સંયમી જગતમાં, તેહવા ત્રિવિધે સર્વમુનિને શરણ ગ્રહીને હું નમું. 23 ક્ષીરાશ્રવી-મધુ આશ્રવી-સંભિન્નશ્રોત્રી મુનિવરા, ચારણ વળી વૈક્રિયલબ્ધિ-કુઢ-બુદ્ધિ મુનિવરા, પદાનુસારી લબ્ધિધારી જેહ સર્વે મુનિવરા, તેહવા ત્રિવિધે સર્વમુનિને શરણ ગ્રહીને હું નમું. 24 ત્યાગી દીધા છે વૈર આદિ સદાય દોષરહિત છે, પ્રશાંત-ફુલ્લ વદનતણી અતિશાયી શોભાસહિત જે, મહાર્ણ ગુણના સ્વામીને વળી મોહ-મલ્લનું બળ હર્યું, તેહવા ત્રિવિધ સર્વમુનિને શરણ ગ્રહીને હું નમું. 25 જગમાંહી જેણે જિનવચનથી સ્નેહની બેડી હણી, નિષ્કામ સુખના સ્વામી બનીયા કામરૂપ સુભટ હણી, . સપુરુષ મનના વાસી આતમ ગુણ મહીં રમે ચિત્તડું, તેહવા ત્રિવિધ સર્વમુનિને શરણ ગ્રહીને હું નમું. 27