________________ સ૬-૩/પરિશિષ્ટ - 201 અનંત અત્યદ્ભુત ગુણોના સ્વામી જગતમાં જેહ છે. નિજ ધવલ-કીર્તિ યશ થકી ઇન્દુ સમા જગ જેહ છે, અનંતજ્ઞાનતણી પ્રભાથી લોક બંધુ જેહ છે, તેહવા ત્રિવિધ શ્રી જિનચરણે શરણ ગ્રહીને હું નમું. 13 જરા-જન્મ-વ્યાધિ આદિ દુઃખો જેહનાં દૂરે ગયાં, હળુકર્મી જીવો જેહના શરણે જઈ સુખીયા થયા, ત્રિભુવન જનોના એક નિષ્કારણ જગતબંધુ થયા, તેહવા ત્રિવિધ શ્રી જિનચરણે શરણ ગ્રહીને હું નમું. 14 Hદ્ધ શરણ : ભુક્કો કરી નિજ કર્મદળનો જ્ઞાન-દર્શન-યુક્ત જે, અર્થો થયા સંપૂર્ણ જેહના સર્વ લબ્ધિ સંયુત જે, ત્રણ લોકના મસ્તક ઉપર જે મુગુટ સમ સ્થિતિને વર્યા, તેહવા ત્રિવિધે સિદ્ધચરણે શરણ ગ્રહીને હું નમું. 15 પરમોચ્ચતાના શિખર પર આરૂઢ થયા જે વિશ્વમાં, તેથી જ ભવ્ય અચિંત્ય શક્તિશાળી જે છે વિશ્વમાં, મંગલ-મહામંગલ-પદાર્થો સિદ્ધ જેને વિશ્વમાં, તેહવા ત્રિવિધ સિદ્ધચરણે શરણ ગ્રહીને હું નમું. 19 સંયોગી કેવળી લક્ષ્મીધરને જે સદા પ્રત્યક્ષ છે, સાહજિક આત્મિક સંગવર્જિત સુખનિધિ ઉલ્લસિત છે, જેહનું સદાયે ધ્યાન ભવિને મુક્તિસુખ દેનાર છે, તેહવા ત્રિવિધ સિદ્ધચરણે શરણ ગ્રહીને હું નમું. 17 - વરશુકલ ધ્યાનરૂપી અનલમાં બાળ્યાં ભવબીજ સર્વને, સ્મરણીય છે કે લક્ષ્ય છે, યોગી-મહીપતિ-વર્ગને, નિજ તેજ ને વળી શૈત્યથી ગાળ્યાં રવિ-શશી ગર્વને, તેહવા વિવિધ સિદ્ધચરણે શરણ ગ્રહીને હું નમું. 18 નિર્મળ અને અત્યુ પરમાનંદ લક્ષ્મીને વર્યા, ભવભદ-રાગદ્વેષરૂપ-ભાવકંદ જેહના નિર્ચર્યા, શાશ્વત અને અનંત ગુણનિધિ જેહને વેગે વર્યા, તેહવા ત્રિવિધ સિદ્ધચરણે શરણ ગ્રહીને હું નમું. 19