________________ 200 श्रीचतुःशरणप्रकीर्णकम् સંસાર-વર્ધી રાગદ્વેષાદિક રૂપ શત્રુ હણ્યા, મોહનીય આદિ અષ્ટસંખ્યક કર્મમલ્લોને હણ્યા, ભવવૃદ્ધિકારી વિષય દ્રયને મૂળથી જેણે હણ્યા, તેહવા ત્રિવિધ શ્રી જિનચરણે શરણ ગ્રહીને હું નમું ! . ત્યજી ધન-કનકને કણતણા ભંડારવાળી લક્ષ્મીને, ત્યજી ગજ-રથાદિ સૈન્ય પરિજનયુત મહીપતિ લક્ષ્મીને, દુસ્તર તપી તપ ચરણને કેવલ્યશ્રીને જે વર્યા, તેહવા ત્રિવિધે શ્રી જિનચરણે શરણ ગ્રહીને હું નમું. 7 ત્રણ લોકતણી સ્તુતિ-પૂજન ને વંદનાને યોગ્ય છે, અમરેન્દ્રને બળદેવ-વાસુદેવ-નૃપને પૂજ્ય જે, શાશ્વત અને જન્માદિ વ્યાધિ રહિત સ્થાને સ્થિત છે, તેહવા ત્રિવિધે શ્રી જિનચરણે શરણ ગ્રહીને હું નમું. 8 સવિ જીવના સવિ મનતણા જેહ ભાવને જાણે સદા, જ્યોતિષ અને વૈમાનિકોના ઇન્દ્ર જેહને ધ્યાવતા, બાર પર્ષદામાં સમવસરણ પર દેશનાને આપતા, તેહવા ત્રિવિધ શ્રી જિનચરણે શરણ ગ્રહીને હું નમું. 9 સવિ જીવ કરું શાસનરસિક એહ ભાવનાથી ઓપતા, ચોત્રીશ વર અતિશાયી અતિશય સમૂહથી જે દીપતા, જેહને જઘન્યથી ક્રોડ દેવો સેવ્ય માની સેવતાં, તેહવા ત્રિવિધે શ્રી જિનચરણે શરણે ગ્રહીને હું નમું. 10 પશુ-પક્ષી-માનવ-દેવ-દાનવ-મનતણાં સંશય હરે, ઉખાડી તરુ મિથ્યાત્વરૂપને બોધિબીજ વાવણી કરે, ત્રિભુવન મહી સવિ ભવિકજંતુતણું અનુશાસન કરે, તેહવા ત્રિવિધ શી જિનચરણે શરણ ગ્રહીને હું નમું. 11 વચનામૃતોની બહુલવર્ષાથી ભુવનને ઠારતાં, દુન્ત દોષો કાઢી જનમાં ગુણ અનંતા સ્થાપતાં, જીવલોકનો ઉદ્ધાર કરીને મુક્તિમાર્ગે સ્થાપતાં, તેહવા વિવિધ શ્રી જિનચરણે શરણ ગ્રહીને હું નમું. 12