________________ परिशिष्टः-५ ચતુશરણ પ્રકીર્ણક આધારિત ચત્તારિ શરણં પવનજામિ કર્તા પ્રવચન પ્રદીપ પૂ.આ.બી.વિજયપુણ્યપાલસૂરીશ્વરજી મહારાજ (હરિગીત) ભૂમિકા? આ જગતમાં રાય-રક સવિને એક આધાર જ સદા, અરિહંત-સિદ્ધ-સૂરીશ-વાક્યક સાધુસંગ જગે સદા, કેવળી કથિત ભવસિંધુતારક ધર્મ એક જ નાવ છે, તેનું શરણ સ્વીકારી ભવિજન પાપથી મુકાય છે. 1 આ જીવનમાં જાણ્યે અજાણ્યે જે થયાં તે પાપનું, નિંદન ખરા અંતઃકરણથી જે કરે તેહ ભવ્યનું, . થયું શલ્ય અળગું પામ્યા ભવતર કાપી બંધન ભવતણાં, આલોચનાનો ગુણ અનંતા વર્ણવે જગપતિ ઘણાં. 2 ભૂત-ભાવિને વર્તમાન કાળે જે થયા ગુણનિધિ ઘણાં, તેહ સર્વનાં જિનવચન અનુરૂપ સુફતો જગમાં ઘણાં, તેહ સર્વની મન-વચન-કાયે પ્રશંસા જેહ આદરે, વરે શિવરમણી જો હર્ષભરપૂર હૃદયથી ગુણ ઉચ્ચરે. 3 જગમાંહિ ચિંતામણિ સ્વરૂપ ચતુઃ શરણના સ્વીકારને, અશુભ કરેલાં પાપકર્મોની સદા ગહ કરે, સુકૃતતણા શુભ ગંજ ખડકી જે થયાં સુકૃત ઘણાં, અનુમોદી, બાળી કર્મવનને ભરે પુણ્યનિધિ ઘણાં. 4 ચાર શરણાંનો સ્વીકાર અરિહંત શરણઃ જેણે જગતને હેય-શેયાદિક તત્ત્વો ઉપદિગ્યા, જીવનમહીં અપનાવી મુક્તિમાર્ગ જેણે ઉપદિશ્યા, દેવતણા જે દેવ છે અનંતગુણ રયણાયરું, ત્રિવિધ ત્રિવિધ શ્રી જિનચરણે શરણ ગ્રહીને હું નમું : 5