________________ 206 श्रीचतुःशरणप्रकीर्णकम् પ્રશસ્તિ H પરમોપકારી ચરમ જિનવર વીર શિષ્ય જે કર્યું, “વીરભદ્રનામ ગણિવરે” જે “ચઉશરણ” નામે રચ્યું, તેના આધારે અલ્પ બુદ્ધે મેં રચ્યું તમ હિતથી, સવિ કર્મના મળ કાઢવા મુજ આત્મની હિતબુદ્ધિથી. 48 ત્રિકાળ કરીને પઠન આનું દોષ સહુ દૂર કાઢજો, નિર્મળ કરી આ હૃદયપટને ગુણ અનંતા સ્થાપજો, રત્નત્રયીની ભવોભવે આરાધના કરી શામજો, ભવના વિરહને એહ છે, શુભ આશ તે ચિત્ત લાવજો. 49 પુણ્ય સ્થંભન ક્ષેત્રમાંહિ પાર્થપ્રભુની કૃપા થકી, તપગચ્છ-ગગને સહસરશ્મિ પ્રેમસૂરિ કૃપા થકી, તસ પટ્ટ પ્રદીપક સૂરીશ્વર શ્રી રામચંદ્ર કૃપા થકી, અનંત ઉપકારી સુગુણ નિધિ મહાબળ કૃપા થકી. 50 બે હજાર પચ્ચીસ સાલમાંહી પોષ સુદિ પૂનમ દિને, એહ પ્રકીર્ણક પૂરો થયો સુવ્રત પસાથે શુભ ક્ષણે, અજ્ઞાન બુદ્ધ સિંધુમાંથી બિંદુરૂપ આ ઉદ્ધર્યું, ભવવિરહની એક આશથી “મુનિ પુણ્યપાલે” ગૂંથિયું. 51