________________ 188 श्रीचतुःशरणप्रकीर्णकम् मिच्छत्ततमंधेणं अरिहंताइसु अवनवयणं जं / अन्नाणेण विरइयं इण्हिं गरिहामि तं पावं / / 51 / / ગાથાર્થઃ મિથ્યાત્વરૂપ અંધકારથી અંધ એવા મેં અજ્ઞાનથી અરિહંતાદિનો જે અવર્ણવાદ (નિંદા અપકીર્તિ-અવજ્ઞા અનાદર) વગેરે કર્યું, તે પાપને વર્તમાનમાં હું ગણું છું.-૫૧. सुय-धम्म-संघ-साहुसु पावं पडिणीययाए जं रइयं / / अनेसु य पावेसुं इण्हिं गरिहामि तं पावं / / 52 / / ગાથાર્થઃ કૃત (જિનાગમ), ધર્મચતુર્વિધ શ્રીસંઘ અને સાધુઓ પ્રત્યે પ્રત્યનીકપણાથી (શત્રુપણાથી) જે પાપ કર્યું, અને બીજા પણ વિવિધ પાપોમાં જે કોઈ પાપ કર્યું (તે સર્વ) પાપને વર્તમાનમાં હું ગહુછું.-પર. अन्नेसु य जीवेसु मित्ती-करुणाइ गोयरेसु कयं / परियावणाइ दुक्खं इहिं गरिहामि तं पावं / / 53 / / ગાથાર્થ H મૈત્રી કરુણાદિ કરવા યોગ્ય અન્ય પણ જીવોને મેં જે પરિતાપ (સંતાપ-સંકલેશ) વગેરે દુઃખ આપ્યું હોય, તે પાપને વર્તમાનમાં ગણું છું.-૫૩. ' जं मण-वय-काएहिं कय-कारिय-अणुमईहिं आयरियं / . . धम्मविरुद्धमसुद्धं सव्वं गरिहामि तं पावं / / 54 / / ગાથાર્થઃ ધર્મ વિરુદ્ધ જે કંઈ પાપને મન, વચન, કાયાથી મેં સ્વયં કર્યું, અન્ય દ્વારા કરાવ્યું, કે અન્ય કરનારનું પાપ અનુમોડ્યું હોય, તે સર્વ પાપને હું ગણું છું.-૫૪. સુકૃત-અનુમોદનાઃ હવે સુકૃત અનુમોદના માટે કહે છેअह सो दुक्कडगरिहादलिउक्कडदुक्कडो फुडं भणइ / सुकडाणुरायसमुइनपुत्रपुलयंकुरकरालो / / 55 / / ગાથાર્થ : હવે દુષ્કત ગહથી ઉત્કટ દુષ્કૃત્યોનો (પાપોનો)નાશ કર્યો છે. જેણે, તથા સુકૃતના અનુરાગથી પવિત્ર થયેલી રોમરાજના વિકાસથી શત્રુઓ માટે ભીષણ એવો આત્મા પ્રગટ કહે છે. (55)