________________ વU૬-૨/પરિશિષ્ટ-૩ 187 पसमियकामपमोहं दिट्ठाऽदिढेसु न कलियविरोहं / सिवसुहफलयममोहं धम्म सरणं पवनो हं / / 46 / / ગાથાર્થઃ કામના ઉન્માદને પ્રશાંત કરનાર, જેના પ્રત્યક્ષ અને પરોક્ષ ભાવોના નિરૂપણમાં વિરોધ વિસંવાદ જોવા પણ ન મળે તેવાં મોક્ષ સુખરૂપી ફળ દેનારા અને અમોઘ (સફળ) એવા ધર્મનું હું શરણ સ્વીકારું છું.-૪૩. नरयगइगमणरोहं गुणसंदोहं पवाइनिक्खोहं / निहणियवम्महजोहं धम्म सरणं पवनो हं / / 47 / / ગાથાર્થ H નરક (વગેરે દુષ્ટ)ગતિની પ્રાપ્તિને રોકનાર, ગુણનો સમૂહ, પ્રકૃષ્ટ વાદિઓથી પણ પરાભવ નહિ પામનાર, કામરૂપી મહાયોદ્ધાને હણનાર એવા ધર્મનું શરણ હું સ્વીકારું છું.-૪૭. भासुरसुवन्नसुंदररयणालंकारगारवमहग्छ / निहिमिव दोगञ्चहरं धम्मं जिणदेसियं वंदे / / 48 / / ગાથાર્થ : દેદીપ્યમાન સુવર્ણ અને સુંદર રત્નના અલંકારના ગૌરવથી મહાકિંમતી એવા નિધાનની જેમ દૌર્ગત્ય-દુર્ગતિનો નાશ કરનાર એવા જિનેશ્વરોએ કહેલા ધર્મને હું વાંદું છું.-૪૮. હવે દુષ્કતની ગહ દ્વારા અશુભ કર્મોનો ક્ષયની ઇચછાથી કહે છે. चउसरणगमणसंचियसुचरियरोमंचअंचियसरीरो / कयदुक्कडगरिहाऽसुहकम्मक्खयकंखिरो भणइ / / 49 / / ગાથાર્થઃ ચાર શરણોના સ્વીકારથી એકઠા થયેલા સદાચાર (પુણ્ય)ના પ્રભાવે રોમાંચિત થયેલી કાયાવાળો દુષ્કતોની ગહ વડે અશુભકર્મોનો ક્ષય કરવાની ઇચ્છાવાળો ભવ્ય જીવ કહે છે-૪૯. દુષ્કૃતગર્તા: इहभवियमनभवियं मिच्छत्तपवत्तणं जमहिगरणं / जिणपवयणपडिकुटुं दुहुँ गरिहामि तं पावं / / 50 / / ગાથાર્થ H આ ભવસંબંધી અને અન્ય ભવો સંબંધી મિથ્યાત્વને પ્રચારવારૂપ જે પાપ, તથા ઘર,બગીચા, કિલ્લા, શસ્ત્રો, યંત્રો વગેરે જે અધિકરણો કર્યા તે રૂપ જે જિનવચનમાં નિષિદ્ધ અથવા જિનવચન વિરોધી દુષ્ટ પાપ કર્યું હોય, તેને હું ગણું છું. (ગુરુસાષિએ નિંદું .)-50.