________________ 186 श्रीचतुःशरणप्रकीर्णकम् એમ ત્રણ શરણથી પંચ પરમેષ્ઠિ ભગવંતોના શરણનો સ્વીકાર કરીને હવે કેવલિકથિત ધર્મના શરણ માટે કહે છે કે - पडिवनसाहुसरणो सरणं काउं पुणो वि जिणधम्मं / पहरिसरोमंचपवंचकंचुयंचियतणू भणइ / / 41 / / / ગાથાર્થ : સ્વીકાર્યું છે સાધુ શરણ જેણે એવો, અતિહર્ષથી વિકસિત રોમરાજીના વિસ્તારરૂપ કંચુકથી વ્યાપ્ત-શરીરવાળો ભવ્ય આત્મા શ્રી જિનધર્મનું શરણ કરવા પુનઃ પણ કહે છે.-૪૧. ધર્મશરણઃ पवरसुकएहिं पत्तं पत्तेहि वि नवरि केहि वि न पत्तं / तं केवलिपन्नत्तं धम्म सरणं पवनो हं / / 42 / / ગાથાર્થઃ ઉત્કૃષ્ટ પુણ્ય વડે પ્રાપ્ત થતો કેટલાક પુણ્યવંતોને પણ પ્રાપ્ત નહિ થયેલો, એવો જે કેવલિ ભગવંતોએ કહેલો ધર્મ, તેનું શરણ સ્વીકારું છું.-૪૨. पत्तेण अपत्तेण य पत्ताणि य जेण नर-सुरसुहाई / मोक्खसुहं पि य पत्तेण नवरि धम्मो स मे सरणं / / 43 / / ગાથાર્થ : જે ધર્મની પ્રાપ્તિથી અને પ્રાપ્તિ વિના પણ મનુષ્યપણાનાં અને દેવપણાનાં સુખો તો પ્રાપ્ત થયાં, પણ મોક્ષનું સુખ કે જે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મની પ્રાપ્તિથી જ પ્રાપ્ત થાય, તે ધર્મ મને શરણ થાઓ !-43. निद्दलियकलुसकम्मो कयसुहजम्मो खलीकयकुहम्मो / पमुहपरिणामरम्मो सरणं मह होइ जिणधम्मो / / 44 / / ગાથાર્થઃ પાપકર્મોનો સંપૂર્ણ નાશ કરનાર, શુભકર્મોને (જન્મ) પ્રગટ કરનાર, અથવા સુખને જન્મ આપનાર અધર્મનો તિરસ્કાર કરનાર, પ્રારંભમાં અને અંતમાં (પરિણામે) પણ સુખ આપનાર એવો જિન ધર્મ મને શરણ થાઓ !-44. कालत्तए वि न मयं जम्मण-जर-मरण-वाहिसयसमयं / अमयं व बहुमयं जिणमयं च सरणं पवनो हं / / 45 / / ગાથાર્થ H ત્રણે કાળમાં પણ નાશ નહિ પામનારો શાશ્વત તથા જન્મ-જરા-મરણ-વગેરે સેંકડો આત્મરોગોને શાંત કરનાર અને અમૃતની જેમ અત્યંત માન્ય એવા જિનધર્મનું શરણ હું સ્વીકારું છું.-૪૫.