________________ હv૬-૩/પરિશિષ્ટ-૩ 185 खंडियसिणेहदामा अकामधामा निकामसुहकामा / सुपुरिसमणाभिरामा आयारामा मुणी सरणं / / 36 / / ગાથાર્થ સ્નેહની સાંકળ (બંધનને) તોડનારા, કામ-ભોગના સ્થાનનો ત્યાગ કરનારા, નિષ્કામમોક્ષ સુખની ઇચ્છાવાળા, સત્પરુષોના ચિત્તને પ્રસન્ન કરનારા, આત્મારામી (સદાસ્વભાવમાં રમનારા) એવા મુનિઓ મને શરણ થાઓ !-36. मिल्हियविसय-कसाया उज्झियघर-घरणिसंगसुहसाया / अकलियहरिस-विसाया साहू सरणं विहुयसोया।।३७।। ગાથાર્થઃ વિષય કષાયોના ત્યાગી, ઘર-સ્ત્રીના સંગથી થતા સુખ-શાતાનો પરિહાર કરનારા,હર્ષ-વિષાદ રહિત અને શોક રહિત એવા સાધુઓ, મને શરણ થાઓ!-૩૭. हिंसाइदोससुन्ना कयकारुन्ना सयंभुरूप्पन्ना / अजराऽमरपहखुन्ना साहू सरणं सुकयपुना / / 38 / / ગાથાર્થઃ હિંસા, અસત્ય વગેરે દોષોથી રહિત, કરુણાને કરનારા સ્વયં જેમણે સમ્યકત્વ અને પ્રજ્ઞાને પ્રાપ્ત કરી છે તેવા, જ્યાં વૃદ્ધત્વ અને મરણ નથી તેવા મોક્ષના માર્ગમાં નિપૂણ અને અતિશય પુણ્યને કરનારા સાધુ ભગવંતો મને શરણ થાઓ-૩૮. कामविडंबणचुक्का कलिमलमुक्का विविक्कचोरिक्का / पावरयसुरयरिक्का साहूगुणरयणचञ्चिक्का / / 39 / / ગાથાર્થ H વિષય ઇચ્છાની વિડંબના રહિત પાપથી મુક્ત,ચારે પ્રકારના અદત્તાદાનથી રહિત, પાપકર્મના બંધમાં કારણભૂત મૈથુનક્રીડાથી મુકાએલા,ગુણરૂપી રત્નોથી વિભૂષિત એવા સાધુઓ (મને) શરણ થાઓ !-39. હવે ‘સાધુઓ' શબ્દથી આચાર્યાદિનો પણ સ્વીકાર કરવા કહે છે. साहुत्तसुट्ठिया जं आयरियाई तओ य ते साहू / साहुभणिएण गहिया ते तम्हा साहुणो सरणं / / 40 / / માથાર્થ: આચાર્ય-ઉપાધ્યાય-ગણી પ્રવર્તક વગેરે સર્વ સાધુતામાં સુસ્થિત રહેલા) છે, તેથી તેઓ પણ અહીંસાધુ શબ્દથી ગ્રહણ થાય છે. તેથી (તૃતીય ચતુર્થ અને પંચમ પદે વર્તતા) તે સર્વ સાધુઓ મને શરણ થાઓ ! (40)