________________ 184 श्रीचतुःशरणप्रकीर्णकम् ગાથાર્થ : સમગ્ર જીવોના બંધુ, દુર્ગતિરૂપ સમુદ્રનો પાર પામેલા અને મહાભાગ-મોટા મહિમાવાળા તથા જ્ઞાન-દર્શન-ચારિત્ર વગેરે ગુણો વડે શિવસુખના સાધક એવા સાધુઓ મને શરણ થાઓ.-૩૧. એમ સામાન્યથી સાધુનાં શરણને સ્વીકારીને હવે વિવિધ પ્રકારના ચારિત્રના આરાધક તે સર્વ સાધુઓના શરણ માટે કહે છે કે - केवलिणो परमोही विउलमई सुयहरा जिणमयम्मि / आयरिय उवज्झाया ते सव्वे साहुणो सरणं / / 32 / / ગાથાર્થ : સામાન્ય કેવળજ્ઞાનીઓ, જેનાથી અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન થાય તેવા પરમાવધિજ્ઞાનવાળા, જેનાથી નિયમા કેવળજ્ઞાન થાય તેવા વિપુલમતિ મન:પર્યવ જ્ઞાનવાળા, શ્રુતકેવળીઓ અને બીજા પણ જિનશાસનમાં જે આચાર્યો, ઉપાધ્યયો વગેરે તે સર્વસાધુઓ મને શરણ થાઓ !-32. चउदस-दस-नवपुव्वी दुवालसिक्कारसंगिणो जे य / जिणकप्पाऽहालंदिय परिहारविसुद्धिसाहू य / / 33 / / ગાથાર્થ ચૌદપૂર્વીઓ, દશપૂર્વીઓ, નવપૂર્વીઓ, દ્વાદશ અંગને ધરનારા અગિયાર અંગધારક અને નિરપવાદ, સ્વાશ્રયી ચારિત્રરૂ૫ જિનકલ્પને સ્વીકારનારા સાધુઓ, યથાસંદિક ચારિત્રવાળા તથા પરિવાર વિશુદ્ધિ ચારિત્રવાળા સાધુઓ-૩૩. તથા - खीरासव महुआसव संभिन्नस्सोय कुट्ठबुद्धी य / चारण-वेउव्वि-पयाणुसारिणो साहुणो सरणं / / 34 / / ગાથાર્થ : ક્ષીરાશ્રવ લબ્ધિવાળા, મધ્વાશ્રવ લબ્ધિવાળા, સંભિન્ન-શ્રોત લબ્ધિવાળા, કોષ્ઠ બુદ્ધિવાળા અને ચારણશ્રમણો, વૈક્રિયલબ્ધિવાળા, પદાનુસારી લબ્ધિવાળા એ સર્વસાધુઓ મને શરણ થાઓ! અર્થાપત્તિએ અન્ય વિવિધ લબ્ધિધારી સાધુઓનું પણ મને શરણ થાઓ-૩૪. उज्झियवइर-विरोहा निश्चमदोहा पसंतमुहसोहा / अभिमयगुणसंदोहा हयमोहा साहुणो सरणं / / 35 / / ગાથાર્થ : વૈર-વિરોધના ત્યાગી, નિત્ય અદ્રોહી, પ્રસન્ન મુખકાન્તિવાળા, અનુમોદનીય ગુણોના ભંડાર અથવા સ્વ-પર ગુણસમૂહની અનુમોદના કરનારા અને મોહરૂપી અજ્ઞાનનો નાશ કરનારા સાધુઓ, મને શરણ થાઓ-૩૫. * * 99: Hવા -