________________ પૂ. ઉપાધ્યાયજી મહારાજના અવધાનોની વાતો લઈએ તો વિ.સં. ૧૬૯૯માં તેઓશ્રીએ -અષ્ટાવધાન કર્યા હતા અને વિ.સં. ૧૭૦૮માં તેઓશ્રીએ અષ્ટાદશાવધાન કર્યા હતા. આજે શતાવધાન-દ્વિશતાવધાનના પ્રયોગો થઈ રહ્યા છે. જનમાનસમાં એની છાપ અહોભાવ ભરી સ્થપાઈ રહી છે. 100 કે 200 અવધાનના પ્રયોગો આજે જે રીતે થઈ રહ્યા છે તે જ મુજબના પૂ. ઉપાધ્યાયજી ભગવંતના 8 કે 18 અવધાનને માનીએ તો એમ લાગે કે તેમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજની વિશેષ પ્રતિભા ન જણાય. એવું અનુમાન થાય છે કે આજના સમયમાં ચાલતા અવધાનોની અપેક્ષાએ વિશેષ પ્રતિભાની અપેક્ષા રહે તેવા અવધાનો પૂ. ઉપાધ્યાયજી ભગવંતે કર્યા હશે. આવા અવધાનના પ્રયોગ બાદ આ ગ્રંથ રચાયો છે કે તેની પહેલા રચાયો છે તે સ્પષ્ટ જાણી શકાતું નથી. ગ્રંથરચનાના ક્રમમાં જોઈએ તો આ ગ્રંથની રચના પહેલા ઘણા બધા પ્રૌઢશૈલીના ગ્રંથો તેઓશ્રીના હાથે રચાયા બાદ આ ગ્રંથ રચાયો હોઈ શકે. આજે તેઓશ્રીના ગ્રંથોના અંદાજિત રચના સમય સાથેની સૂચિ જોવા મળે છે તેમાં તો આ ચક્ષુઅપ્રાપ્યકારિતા ગ્રંથનો ઉલ્લેખ વિ.સં. ૧૭૧૦ની સાલમાં કરવામાં આવે છે જે હકીકતમાં તો નકલ કર્યાની સાલ છે. પૂ. ઉપાધ્યાયજી મહારાજની પ્રતિભા મધ્યાકારી હતી તે સમયે આ ગ્રંથ રચાયાનું અનુમાન કરી શકાય છે. તેઓશ્રી કાશી અભ્યાસ માટે ગયા. ત્યાંના અભ્યાસ બાદ પરદેશી પંડિત સાથે વાદ કરીને તેને પરાજિત કર્યાની ઘટના અભૂતપૂર્વ કહી શકાય. કારણકે- તેઓશ્રી જે પંડિતજી પાસે અધ્યયન કરી રહ્યા હતા તે કાશીના મૂર્ધન્ય પંડિત હતા. પરદેશથી આવેલા નવા પંડિતે વાદમાં કાશીના આ મૂર્ધન્ય પંડિતને હરાવ્યા હતા. આવા મોટા ગજાના પરદેશી પંડિતને વાદમાં પરાજિત કરવાનું કોઈ વિદ્યાર્થી વિચારી પણ ન શકે તેને પૂ. ઉપાધ્યાયજી મહારાજે જગતના ચોગાનમાં પંડિતોની સભામાં કરી બતાવ્યું. પૂ. ઉપાધ્યાયજી મ.ની પ્રતિભા, જ્ઞાનનો ક્ષયોપશમ, તત્ત્વ પ્રત્યેનો વિશ્વાસ, કુદરતી આત્મવિશ્વાસ અને નમ્રતાભરી નિર્ભિક પ્રસ્તુતિ : આ બધાનો વિચાર કરીએ તો આપણી કલ્પનાના બધા સીમાડા પાર કરી જાય તેવી વિરાટ તેઓશ્રીની પ્રતિભાના દર્શન થાય. આ ગ્રંથની પ્રતિના લેખનની સાલ જોતા કાશીની આ ઘટના પછીનું એ સર્જન હોઈ શકે. પૂ. ઉપાધ્યાયજી મહારાજે પોતાના ગ્રંથના અંતે દરેક વખતે સાલ લખી હોત તો આપણી રચના સમય શોધવાની મહેનત ઓછી થઈ જાય તેમ પહેલી નજરે આપણને લાગે. પણ તે સમયની વાસ્તવિક સ્થિતિનો વિચાર કરીએ તો બહુ કપરો કાળ હતો તેમ માન્યા વિના છૂટકો નથી. એવું આપણે સાંભળતા આવ્યા છીએ કે પૂ. ઉપાધ્યાયજી મહારાજ ગ્રંથ લખીને બહિર્ભુમિએ જતા તો પાછા ફર્યા બાદ તેઓશ્રીનો ગ્રંથ ગૂમ થઈ ગયો હોય, ક્યાં તો તેના પર શાહી ઢોળાઈ ગઈ હોય, પાનાઓ ફાડી નાંખવામાં આવ્યા હોય. આવું કંઈક થતું જેનાથી તેઓશ્રીને નવેસરથી પાછું એ