________________ o ત્યાંથી તેમના પાર્થિવ દેહોને નાકોડા તીર્થે લઈ જવામાં આવ્યા. તેમના પાર્થિવ દેહોને નાકોડા તીર્થમાં જ અગ્નિસંસ્કાર કરાવવાનો ત્યાંના ટ્રસ્ટીઓનો ખૂબજ ભાવ હતો અને શંખેશ્વર આસપાસના સંઘોનો શંખેશ્વર તીર્થમાં લઈ જવાનો આગ્રહ હતો. તેથી દ્વિધા ઉત્પન્ન થતાં નાકોડાભૈરવજી પાસે બે ચિઠ્ઠી નાંખવામાં આવી. તેમાં શંખેશ્વરની ચિઠ્ઠી નીકળતાં તેમના દેહોને શંખેશ્વરતીર્થમાં નાકોડા તીર્થના ટ્રસ્ટીઓના ઉદાર સહકારથી આગમ મંદિરના ઉપાશ્રયમાં લાવવામાં આવ્યા. ત્યાં સવારથી દેશના ખૂણે ખૂણેથી હજારો માણસો તેમના અંતિમ દર્શન માટે ઉમટી પડ્યા. અને કારતકવદિ ૧૨ને શુક્રવાર તા. ૧૩-૧૧-૨૦૦૯ના બપોરે હજારોની માનવમેદની વચ્ચે જય જય નંદા જય જય ભદાના ગગનભેદિ નારાઓ વચ્ચે પૂજ્યશ્રી અને પૂ.મુ.શ્રીનમસ્કારવિજયજી મ.સા.ના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર શંખેશ્વર તીર્થથી 2 કી.મી. દૂર સમી તરફ રૂણી બસસ્ટેન્ડ પાસેના એક પ્લોટમાં કરવામાં આવ્યો. આ અકસ્માત હતો કે મારી નાખવાનું કાવતરું હતું એ રહસ્ય હજી પણ અકબંધ જ રહ્યું છે. પણ અકસ્માત પછી જે રીતે ડાબે પડખે પૂજ્યશ્રીનો પાર્થિવ દેહ પડ્યો હતો અને એમના મુખ ઉપર, રેલાતી પ્રસન્નતા જે રીતની હતી તે જોતા એમ જ લાગે કે, આવા જીવલેણ અકસ્માતની પીડા વચ્ચે પણ પૂજ્યશ્રી સમાધિમાં જ હતા. તેવું જ પૂ.મુ. શ્રીનમસ્કારવિજયજી મ.સા.નું પણ મુખ જાણે કે હમણા હસી પડશે એવું પ્રસન્નતા ભર્યું હતું. તેથી તેઓ પણ જાણે કે ગુરૂદેવનું પડખું અંતિમ સમયે પણ પામીને પૂર્ણ સમાધિમાં જ હતા. 87 વર્ષની જૈફ વય અને 73 વર્ષની સુદીર્ઘ સંયમપર્યાય દરમિયાન અનેક શાસન પ્રભાવનાના અને સ્વાર કલ્યાણના કાર્યો કર્યા. આ પાકટ ઉંમરે પણ એક કર્મયોગીની જેમ અડગ રીતે આગમ સંશોધન અને દર્શન સાહિત્યના કાર્યો આગવી કોઠાસૂઝથી કર્યા કે જેથી તેમની પ્રસિદ્ધિ માત્ર જૈનસમાજમાં જ નહિ પણ ભારત બહાર દેશ-વિદેશમાં પણ ફેલાઈ ગઈ. આખા વિશ્વમાં તેમના આવી રીતે થયેલા મૃત્યુના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. આખા વિશ્વના વિદ્વજગમાંથી આવેલા શોકસંદેશાઓ સૂચવે છે કે આપણે માત્ર કોઈ સમુદાયના વડીલને જ નહિ પણ એક વિશ્વવિભૂતિને ગુમાવી દીધી છે. સાગર જૈન ઉપાશ્રય, ઘીવટો, કુંભીરીયા પાડો, પાટણ - પીન - 384265 સંવત્ ૨૦૬૬ના આસો વદિ 8, તા. 30-10-2010 પ.પૂ.સિદ્ધિ-મેઘ-ભુવન-જંબૂ ધર્મચંદ્રવિજયજી સરૂપાદપદ્મરણ પ.પુંડરીકરત્નવિજય