________________ સાધ્વીજી ભગવંતો - - 1. પૂ.સાધ્વીજી શ્રીલાભશ્રીજી મ. (મોટા માસી) 2. પૂ.સાધ્વીજી શ્રીકંચનશ્રીજી મ. (નાના માસી) 3. પૂ.સાધ્વીજી શ્રીલાવણ્યશ્રીજી મ. (માસીની દીકરી) 4. પૂ.સાધ્વીજી શ્રીવસંતશ્રીજી મ. (માસીની દીકરી) પ. પૂ.સાધ્વીજી શ્રીમનોહરશ્રીજી મ. (માતુશ્રી) 6, પૂ.સાધ્વીજી શ્રીજયોતિપ્રભાશ્રીજી મ. (મામાની દોહિત્રી) 7. પૂ.સાધ્વીજી શ્રીકલ્પલતાશ્રીજી મ. (મામાની પુત્રવધૂ) 8. પૂ.સાધ્વીજી શ્રીમોક્ષરસાશ્રીજી મ. (મામાની પૌત્રી) 9. પૂ.સાધ્વીજી શ્રીતત્ત્વરસાશ્રીજી મ. (મામાની પૌત્રી) 10. પૂ.સાધ્વીજી શ્રીપરમશ્રદ્ધાશ્રીજી મ. (મામાની પ્રપૌત્રી) 11. પૂ.સાધ્વીજી શ્રીજિનશ્રદ્ધાશ્રીજી મ. (મામાની પ્રપ્રપૌત્રી) આવા અદૂભુત યોગિકુળના રત્નસમા મણિબેને (પૂજયશ્રીના માતુશ્રી) વિક્રમ સંવત્ 1995 મહાસુદિ બારસે તા. 15-2-1939 બુધવારે પૂજયપાદ આચાર્યદેવશ્રી વિજય નીતિસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે અમદાવાદમાં દીક્ષા લીધી. તેમના સંસારી પક્ષે મોટાબેન પૂજય સાધ્વીજી શ્રીલાભશ્રીજી મ. (સરકારી ઉપાશ્રયવાળા)ના શિષ્યા થયા. તેમનું નામ મનોહરશ્રીજી રાખવામાં આવ્યું. તેઓ ખૂબજ ભદ્રિક પરિણામી અને અત્યંત સરળ હૃદયના હતા. દીક્ષા પછી જ્ઞાનાભ્યાસ સાથે માસક્ષમણ, સોળભg, સિદ્ધિતપ, અર્નક અઢાઈઓ, ચત્તારી અઠ્ઠદસ દોય, સમવસરણ તપ, સિંહાસન તપ, વીશસ્થાનક તપ, પાંચ વર્ષીતપ, વર્ધમાન તપની 60 ઓળી આદિ વિવિધ તપશ્ચર્યાઓ અને ગિરિરાજની નવ નવાણું પણ કરી હતી. શિખરજી આદિ અનેક કલ્યાણક ભૂમિઓની સ્પર્શના કરી હતી. તેમનો શિષ્યા-પ્રશિષ્યા પરિવાર સૂર્યપ્રભાશ્રીજી મ., આત્મપ્રભાશ્રીજી મ., સુલભાશ્રીજી મ. આદિ લગભગ બાવન જેટલો છે. ૧૦૦માં વર્ષમાં પ્રવેશ કર્યા પછી 23 દિવસનું આયુષ્ય પૂર્ણ કરીને 56 વર્ષનું સુંદર ચારિત્ર પાળી ચતુર્વિધ સંઘની હાજરીમાં નમસ્કાર મહામંત્રની ધૂન વચ્ચે પાલીતાણાના પવિત્ર તીર્થધામમાં પોષસુદિ ૧૦ના બુધવારે રાત્રે વિશા નીમા ભવનના ઉપાશ્રયમાં તેમનો કાળધર્મ થયો. બા મહારાજના હલામણા નામથી પ્રસિદ્ધિને પામેલાઅપાર વાત્સલ્યના મહાસાગર એવા તેમના હૃદયમાંથી નીકળતા આશીર્વાદના શબ્દોને સાંભળવા એ જીવનનો અણમોલ લ્હાવો હતો. આવા ભવ્ય માતા અને પિતાની કુલીએ વિક્રમ સંવત 1979 મહાસુદિ 1 શુક્રવાર તા. ૧૮-૧૧૯૨૩ના દિવસે મોસાળની ભૂમિ ઝીંઝુવાડામાં પૂજ્યશ્રી જંબૂવિજયજી મ.સા.નો જન્મ થયો હતો. જન્મ સમયે તેમનું નામ ચિનુ પાડવામાં આવેલ. પણ જન્મથી જ કપાળમાં બીજના ચંદ્ર જેવો આકાર હોવાથી તેમને બીજલના હુલામણા નામે બોલાવતા. તેમના જન્મ પછી માતા અને પિતાએ 32 વર્ષની જોબનવંતી વયમાં જ બ્રહ્મચર્યવ્રતની ભીષ્મપ્રતિજ્ઞા કરી લીધી હતી.