________________ 48. રોજ રાત્રે ઉપાશ્રયમાં જ સુઈ જવાનું રાખતા હતા. આટલી યુવાન વયમાં બ્રહ્મચર્યવ્રતની ભીખ પ્રતિજ્ઞા સ્વીકારવી એ શ્રી ભોગીલાલભાઈમાં રહેલા દઢ આત્મબળની સાક્ષી પુરે છે. માત્ર 38 વર્ષની યુવાન ઉંમરમાં માતા પિતા હયાત અને પુત્ર 10 વર્ષની ઉંમરનો હોઈ ઘરમાંથી રજા નહીં મળે એમ સમજી પ.પૂ.આ.ભ.શ્રી વિજય સિદ્ધિસૂરિશ્વરજી (બાપજી)મ.સા.ના વરદ હસ્તે વિ.સં. ૧૯૮૮ના જેઠવદિ છઠને દિવસે અમદાવાદમાં જ ગુપ્ત રીતે દીક્ષા લઈ લીધી. કેવો પ્રબળ વૈરાગ્ય ? પૂ. આ.મ.શ્રી મેઘસૂરીશ્વરજી મ.ના શિષ્ય તરીકે અને મુનિરાજશ્રી ભુવનવિજયજી મ. તરીકે પ્રસિદ્ધ થયા. મહારાષ્ટ્રના વિહાર દરમિયાન નાસિક જિલ્લાના ચંદનપુરી તથા સપ્તશૃંગી બન્ને ગામોમાં દેવીના મેળા પ્રસંગે બલિવધ કરાતો અને હજારો પશુઓ અકાળે મૃત્યુના મુખમાં હોમાતા. વિ.સં. ૨૦૦૮માં પૂ. ભુવનવિજયજી મ.એ આ ભીષણ હત્યાકાંડ અટકાવ્યો. પાલીતાણા ખાતે જ્યારે બારોટના હક્ક સંબંધી પ્રશ્ન ઉદ્ભવ્યો ત્યારે પણ તેઓશ્રીએ મક્કમપણે પોતાનો વિરોધ દર્શાવ્યો અને તેમની સુંદર કાર્યવાહીથી તેનું ઘણું સારું પરિણામ આવેલું. તેમનું મનોબળ ઘણું જ દઢ હતું અને જે પ્રશ્ન હાથમાં લેતા તેનો સુંદર નિકાલ લાવવામાં તત્પર રહેતા. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રત્યેની એમની અપાર ભક્તિ હતી. તેથી અંતે તેઓ શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની દિશામાં મુખ રાખી શંખેશ્વરતીર્થમાં જ, તેમના જ સ્મરણમાં લીનતાપૂર્વક સમાધિભાવે વિ.સં. ૨૦૧૫ના મહાસુદિ 8 ને સોમવારે રાત્રે 1-15 કલાકે કાળધર્મ પામ્યા. પૂ.મુનિરાજશ્રી જંબૂવિજયજી મ.સા.ના પિતાશ્રીના ભવ્ય જીવનને સંક્ષેપથી જાણ્યા પછી હવે તેમના માતુશ્રીના જીવનની ઝલક પણ માણીએ. વિક્રમ સંવત્ 1951 માગશર વદિ 2 શુક્રવાર તા. ૧૪-૧૨૧૮૯૪ના દિવસે પિતા શાહ પોપટલાલ ભાયચંદના અત્યંત ધર્માત્મા ધર્મપત્ની બેનીબેનની કુક્ષીથી ઝીંઝુવાડામાં તેમનો જન્મ થયો. મણિબેન નામ રાખવામાં આવ્યું. તેમના પરિવારમાંથી (લગભગ 22 જણા) અનેકે દીક્ષા ગ્રહણ કરી હતી. તેમના માતાપિતાના પરિવારનું જૈન સંઘમાં ઘણું મોટું યોગદાન છે. પોપટભાઈને ઈશ્વરલાલ તથા ખેતસીભાઈ એમ બે પુત્રો અને લક્ષ્મીબેન, શિવકોરબેન, મણિબેન તથા કેવળીબેન એમ ચાર પુત્રીઓ હતી. તેમાંથી એક પુત્ર ઈશ્વરલાલ ભાઈ તથા ત્રણ પુત્રીઓ લક્ષ્મીબેન, મણિબેન અને કેવળીબેને તેમના સંપૂર્ણ પરિવાર સાથે દીક્ષા લીધી. તેમના નામો દીક્ષા ક્રમાનુસાર નીચે પ્રમાણે છે. (કસમાં જણાવેલ સંસારી સંબંધો પ.પૂ.મુશ્રી જેબૂવિજયજી મ.સા.ની અપેક્ષાએ જાણવા.) 1. તપસ્વીપ્રવર મુનિરાજ શ્રીવિલાસવિજયજી મ. (સંસારી ઈશ્વરભાઈ પૂ.મુ.શ્રી જંબૂવિ.મ.ના મામા) 2. તેમના જ પુત્ર આ.મ.શ્રીવિજય ૐકારસૂરીસ્વરજી મ. (મામાના દિકરા) 3. પૂ.મુનિરાજ શ્રીભુવનવિજયજી મ.સા. (પિતાશ્રી) 4. મુનિરાજ શ્રીજબૂવિજયજી મ. 5. આ.મ.શ્રીયશોવિજયસૂરીશ્વરજી મ. (મામાના પૌત્ર) 6. પૂ.મુનિરાજ શ્રીજિનચંદ્રવિજયજી મ. (મામાના દીકરા) 7. પૂ.આ.ભ. શ્રીમુનિચંદ્રસૂરીશ્વરજી મ. (મામાના પૌત્ર) 8. પૂ.આ.ભ. શ્રીરાજપુણ્યસૂરીશ્વરજી મ. (મામાના પૌત્ર)