________________ પ.પૂ.આગમપ્રજ્ઞ મુનિશ્રી જંબૂવિજયજી મહારાજનું જીવનચરિત્ર પ.પૂ.મુ.શ્રી જંબૂવિજયજી મ.સા.નું મોસાળ ઝીંઝુવાડા. જે ગામની ટપકા રૂપે પણ નોંધ કોઈ ગુજરાતના નકશામાં આવતી નથી, એવા સાવ નાનકડા ગામમાં તેઓ જન્મ્યા અને તેવા પણ ગામને વિશ્વના વિદ્વત્ જગતમાં ગાજતું કરવાનું કામ પૂજ્યશ્રીએ પોતાની પ્રચંડ પ્રતિભા દ્વારા કર્યું. આવા પૂજયશ્રીને જાણવા માટે તેમના પાયામાં રહેલા તેમના માતા પિતાને પ્રથમ સમજવા પડે. એમનું જીવન કેટલું ઉદાત્ત હશે કે જેમણે પોતાના એકના એક પુત્રને સંસારમાં ન રાખતા સંયમમાર્ગે પ્રણામ કરાવ્યું અને તેમને પ્રતિભાવંત બનાવવા પાછળ પોતાની તમામ શક્તિઓ કામે લગાડી. ' તેમના પિતાશ્રીનું સંસારી નામ ભોગીલાલભાઈ હતું. બહુચરાજી પાસેનું દેથલી ગામ એ તેમનું વતન, પણ કુટુંબ ઘણું વિશાળ હોવાથી ભોગીલાલભાઈના પિતાશ્રી મોહનલાલ જોઈતારામ શંખેશ્વરતીર્થથી 30 કી.મી. દૂર માંડલ ગામમાં કુટુંબની બીજી દુકાન હોવાથી ત્યાં રહેતા હતા. ભોગીલાલભાઈના માતુશ્રી ડાહીબેન પણ મૂળ માંડલના જ હતા. તેમની કુક્ષીએ વિ.સં. ૧૯૫૧માં શ્રાવણ વદિ પંચમીને દિવસે ભોગીલાલભાઈનો માંડલમાં જન્મ થયો હતો. . એકવાર ભોગીલાલભાઈ પારણામાં સૂતા હતા ત્યારે અત્યંત પ્રભાવશાળી પાયચંદગચ્છીય ભાયચંદજી (ભ્રાતૃચંદજી) મહારાજ અચાનક ઘેર આવી ચડ્યા. પારણામાં સૂતેલા ભોગીલાલભાઈની મુખમુદ્રા જોતા હર્ષભેર બોલી ઉઠ્યા, આ તમારો પુત્ર અતિમહાન ધર્મોદ્યોત કરનારો થશે. નાનપણથી જ સ્મરણશક્તિ અને બુદ્ધિપ્રતિભા અત્યંત તેજસ્વી હતા. નિશાળ છોડ્યા પછી 40 વર્ષ બાદ પણ કવિતાઓ અક્ષરશઃ કહી સંભળાવતા. જ્ઞાનપ્રેમ અને જીવદયા એમના જીવનમાં વણાઈ ગયેલા હતા. વ્યવહારકુશળતા અને પરીક્ષાશક્તિ અજોડ હતી. પંદર-સોળ વર્ષની ઉંમરે ઝીંઝુવાડાના વતની શા. પોપટલાલ ભાયચંદભાઈના સુપુત્રી મણિબેન સાથે તેમનો લગ્નસંબંધ થયો હતો. તેમનો પરિવાર આજે પણ ધર્મઆરાધનામાં શ્રેષ્ઠ ગણાય છે. તેમના પરિવારમાંથી ઘણા પુણ્યાત્માઓએ (પ્રાયે 22) દીક્ષા લીધી છે અને ખૂબ શાશન પ્રભાવના કરી છે, કરી રહ્યા છે. વિ.સં. ૧૯૭૯માં મહાસુદિ ૧ને દિવસે અઠ્યાવીશમાં વર્ષે તેમને મણિબેનની કુક્ષીથી તેજસ્વી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ, જે હાલ મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા.ના નામથી વિશ્વમાં પ્રસિદ્ધ છે. પુત્ર માત્ર ચાર વર્ષની વયનો થયો અને બન્ને જણાએ બત્રીસમા વર્ષે સંપૂર્ણ બ્રહ્મચર્ય વ્રત લીધું. વ્રતના દેઢ પાલન માટે