________________ 17 વ્યાખ્યાસાહિત્ય * બૃહદ્રવૃત્તિ પ્રસ્તુત ઉપાંગઆગમ ઉપર નવાંગીવૃત્તિકાર આ.શ્રી અભયદેવસૂરિ મ.ની વિ.સં. ૧૧૫૫માં રચાયેલી વૃત્તિ છે. આ આગમગ્રંથ ઉપર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ રચાઈ હોય તેવી નોંધ મળતી નથી. ટીકાકારશ્રીએ મંગલાચરણમાં श्रीवर्द्धमानमानम्य प्रायोऽन्यग्रन्थवीक्षीता પ્રૌપપાતિકશાસ્ત્રસ્ય વ્યથા વિદ્ધિધીતે | ? " અહીં પ્રાયઃ અન્યગ્રંથો જોઈને વ્યાખ્યા કર્યાનું વિધાન છે અને અન્ય ટીકાઆદિનો ઉલ્લેખ નથી. જો કે ક્યાંક ક્યાંક વૃદ્ધવ્યાખ્યા' એવો ઉલ્લેખ જોવામાં આવે છે. જુઓ પૃ. 171-172 સૂ. 120. આ. શ્રીઅભયદેવસૂરિજીની વૃત્તિ ગ્રંથને સમજવા માટે ઘણી સહાયક છે. વર્ણનાત્મક સૂત્રોના કેટલાયે શબ્દો વ્યાખ્યાની સહાય વિના સમજી શકાય તેવા નથી. શબ્દની વ્યુત્પત્તિઓ પણ બહુ સુંદર જોવામાં આવે છે. પ્રારંભમાં જ ટીકાકારશ્રી જણાવે છે કે - “રૂટ 2 વદવો વાવનામેવા દૃશ્યન્ત તેવું 2. ચમેવાવસ્થામદે તમેવ ચરાચામ: શેષતુ મતિમતી વયમૂહ:” એટલે ટીકાકારશ્રીના સમયપૂર્વે જ આ ગ્રંથમાં અનેક પાઠભેદો વાચનાભેદોનું સર્જન થઈ ગયું હતું. ઓછાવત્તા અંશે બધા આગમગ્રંથોમાં આ સ્થિતિ છે. વ્યાખ્યા સાહિત્યની રચના પછી પણ વ્યાખ્યાકાર સંમત પાઠવાળી સૂત્ર પ્રતો પણ કોઈક અપવાદ સિવાય બની નથી. એટલે ટીકાકાર સ્વીકૃત પાઠ કરતાં ઘણાં ભિન્ન ભિન્ન પાઠાંતરો વાચનાંતરો સૂત્રની પ્રતિઓમાં મળે છે. કેટલાક પાઠભેદો, વાચનાંતરો ટીકાકારશ્રીએ નોંધ્યા પણ છે. અને મોટાભાગે એની પણ વ્યાખ્યા કરી છે. ક્યારેક સૂત્ર પ્રતિઓમાં મળતો કોઈ - પાઠ બરાબર ન હોય તો સો અપાવ: (સૂ. 57 ટીકા) એવું ટીકાકારશ્રીએ સ્પષ્ટ જણાવ્યું છે. ક્યારેક ગમાંતર (વાચનાંતર) બહુ લાંબા હોય તો એને સંસ્કૃતમાં જ રૂપાંતર કરી આપ્યા છે. નવાંગી ટીકાકાર આ.ભ.શ્રી અભયદેવસૂરીશ્વરજીનું નામ આગમપ્રેમીઓને સુપેરે જાણીતું છે. મર્યાદિત શબ્દોમાં સુંદર વ્યાખ્યા કરવા માટે તેઓશ્રી જાણીતા છે. નવ અંગ ઉપર અને પ્રસ્તુત ઉપાંગ ઉપર અને અન્ય પણ પંચશકાદિ પ્રકરણ વગેરે ઉપર તેઓશ્રીએ વ્યાખ્યાઓ લખી છે. ચૈત્યવાસીઓના અગ્રણી શ્રી દ્રોણાચાર્યે પ્રસ્તુત વૃત્તિ અને અન્ય વૃત્તિઓનું સંશોધન કરી સુંદર સહયોગ આપ્યો છે. આ. અભયદેવસૂરિએ એમનો આદરપૂર્વક ઉલ્લેખ પણ કર્યો છે. તેઓનું જીવનચરિત્ર જુદા જુદા અનેક સ્થળે પ્રકટ થયેલું છે. જિજ્ઞાસુઓ ત્યાંથી જાણી લે. સુખબોધાવૃત્તિ : આ વૃત્તિની રચના આ. અજિતદેવસૂરિએ કરી છે. આની હસ્તલિખિત પ્રત હેમચન્દ્રાચાર્યજ્ઞાનભંડાર સ્થિત સંઘના ભંડારની ડા. 139 નં. ક્રમાંકમાં છે. ઝેરોક્ષ ગ્રંથ સંગ્રહમાં આનો સંકેત પાતાહે સં. છે.