________________ 16 5 v આ સંજ્ઞા “જૈન વિશ્વભારતી' લાડનુ (રાજસ્થાન) દ્વારા પ્રકાશિત “ઉવંગસુત્તાણી' (ખંડ-૧)ની છે. આમાં ઔપપાતિક સૂત્ર વગેરે - ત્રણ ઉપાંગગ્રંથો મૂળ પ્રકાશિત થયા છે. વાચના પ્રમુખ આચાર્ય તુલસી અને સંપાદક આચાર્ય મહાપ્રજ્ઞ અને અનેક સાધુ-સાધ્વીજીના સહયોગથી તૈયાર થયેલ આ સંસ્કરણમાં સરદારશહેર સ્થિત “શ્રીચંદ ગણેશદાસ ગધેયા પુસ્તકાલયની ત્રણ હસ્તલિખિત પ્રતોનો ઉપયોગ થયો છે. આ ઉપરાંત આ સંસ્કરણમાં ઔપપાતિકસૂત્રની વૃત્તિની હસ્તપ્રત અને અન્ય આગમો અને આગમોની વૃત્તિઓ મુદ્રિત અને હસ્તલિખિતપ્રતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એ બધાના આધારે પાઠસંશોધનને લગતાં ટિપ્પણો લખ્યા છે. અમે આ સંસ્કરણના ઉપયોગી ટિપ્પણો વગેરેને V સંસ્કરણના પૃષ્ઠક અને ટિપ્પણાંક આપવા પૂર્વક અમારા સંસ્કરણમાં ટિપ્પણમાં આપ્યા છે. જુઓ પૃ. 52, ટિ. 3,4, 63/4,5, ૬/ર, 66/1,2,3, 4/5, 75/1,2, 27/3, 208/6, 220/3, 128/2, 222/4, 221/2, 227/6,7, 230/6, 77/2, 2, ૨૮/રુ વગેરે. જેબૂદ્વીપપ્રજ્ઞપ્તિની બે અપ્રગટ ટીકા પુણ્યસાગરીયવૃત્તિ અને હીરવિજયેવૃત્તિ વગેરેના અને અન્ય મુદ્રિત વ્યાખ્યા સાહિત્યમાંથી પણ v માં પાઠો આપ્યા છે. અમે જરૂર લાગી ત્યાં આ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. 6 : આ સંજ્ઞા .G Suri સંપાદિત ઈ.સ. ૧૯૩૧માં પ્રકાશિત ઔપપાતિકસૂત્ર મૂળની છે. આમાં સંપાદકે - આગમોદયસમિતિ પ્રકાશિત પ્રતનો પાઠભેદ A સંજ્ઞાથી ભાંડારકર ઇન્સ્ટીટ્યૂટની પ્રતનો પાઠભેદ B સંજ્ઞાથી અને હ્યુમનસંપાદિત સંસ્કરણનો પાઠભેદ સંકેતથી આપ્યો છે. પ્રકાશક આહતમતપ્રભાકર કાર્યાલય પુના ઇ.સ. 1931 7 મુ. આ સંકેત વિ.સં. ૧૯૭૨માં શ્રી આગમોદયસમિતિ દ્વારા પ્રકાશિત આગમોદ્ધારક શ્રી સાગરજી મ. દ્વારા સંપાદિત ટીકા સહિતના “પતિવસૂત્ર'નો છે. શ્રી ઓપપાતિક સૂત્ર પ્રસ્તુત ઔપપાતિકસૂત્રમાં નગર, રાજા, સમવસરણ વગેરેના વિસ્તૃત વર્ણનો આવે છે. અન્ય આગમગ્રંથોમાં આવા વર્ણનના પ્રસંગે વિસ્તૃત વર્ણન કરવાના બદલે “ના ૩વવાફા' લખીને ઔપપાતિક સૂત્ર અનુસાર સમજી લેવાનું સૂચન સૂત્રગ્રંથોમાં અને ટીકાગ્રંથોમાં ભગવતીસૂત્ર, રાજપ્રશ્નીયસૂત્ર અને બંનેની વૃત્તિઓ વગેરેમાં આવે છે. જે સંસ્કરણના સંપાદકીયમાં આવી મળી શકી તેટલી વિગતો આપી છે. તે તે ગ્રંથોમાં અને ટીકામાં આવતા ઔપપાતિકસૂત્રના અવતરણો ઔપપાતિકસૂત્રની મળતી વાચનાઓથી ભિન્ન પણ જોવા મળે છે. અમે આવી બાબતોની ટિપ્પણમાં વિગતો આપી છે. જુઓ પૃ. 3 ટિ. 2, પૃ. 4 ટિ. 1, પૃ. 3 ટિ. 8, પૃ. 22 ટિ. 2,6