________________ 13 પુ.પ્ટે.-આગમ પ્રભાકરશ્રી પુણ્યવિજયજી મ.એ સંશોધન માટે અનેકવિધ સામગ્રીઓ તૈયાર કરી છે તેમાં એક તેઓશ્રીએ છપાયેલી પ્રતમાં પ્રાચીન પ્રતિઓના પાઠભેદની નોંધ કરાવી છે. બીજું અનેક ગ્રંથોની પ્રાચીન પ્રતિઓના આધારે પ્રતિલિપિઓ કરાવી છે. ઔપપાતિકસૂત્ર સટીકની આ પાઠભેદ નોંધેલી પ્રત લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર (L.D. Institute) માંથી આગમપ્રજ્ઞમુનિશ્રી જંબૂવિજયજી મ.સા.એ પ્રાપ્ત કરેલી. આ પ્રત અમે મંગાવતાં પં. પુંડરિકરત્નામ. પાસેથી મંગાવીને L.D. ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર 5. જિતેન્દ્રકુમાર બી. શાહે અમને મોકલાવી આપી એ માટે એ બધાના આભારી છીએ. આગમોદયસમિતિ દ્વારા વિ.સં. ૧૯૭રમાં પ્રકાશિત પ્રતમાં નોંધાયેલા પાઠભેદોનું નિરીક્ષણ કરતાં ખ્યાલ આવ્યો કે આ પાઠભેદો ખંભાતની ઉક્ત છું. સંકેતવાળી પ્રતના છે. આમાં મૂળસૂત્રના પાઠભેદો 74 પેજ સુધી નોંધવામાં આવ્યા છે. ટીકાના પાઠભેદો સંપૂર્ણ નોંધવામાં આવ્યા છે. ઔપપાતિકસૂત્ર મૂળની પ્રતિલિપિ પણ આ. પ્ર. શ્રીએ કરાવેલી હતી. આ બધી પ્રતિલિપિઓ પ્રાકૃત ટેસ્ટ સોસાયટી (આ. નેમિસૂરિ સ્વાધ્યાય મંદિર, 12, ભગતબાગ, આ.ક. પેઢી પાસે પાલડી, અમદાવાદ-૭)માં રાખવામાં આવી છે. પૂ. આગમપ્રજ્ઞ જંબૂવિજયજી મ.સા.એ કરાવેલ ઝેરોક્ષગ્રંથોના સેટમાં આ પ્રતિલિપિઓની પણ ઝેરોક્ષ થઈ છે. (આ.પ્ર. પૂ. જંબૂવિજય મ.સા.એ તૈયાર કરેલા લીસ્ટમાં આની પુ.પ્ર. સંજ્ઞા આપવામાં આવી છે એટલે અમે પણ ઉક્ત પાઠ ભેદવાળી પ્રત અને આ પ્રતિલિપિની પુ.એ. સંજ્ઞા રાખી છે.) આ પ્રતિલિપિ પણ ઉક્ત વાં. સંકેતવાળી ખંભાતની પ્રતના આધારે જ કરાઈ છે. એટલે અમે ક્યારેક વુિં. સંકેતથી ક્યારેક પુ.એ. સંકેતથી પાઠભેદ વગેરે નોંધ્યા છે ક્યારેક બંને સંકેત લખ્યા છે . તે બધાં ઉક્ત ખંભાતની પ્રતના છે તેમ સમજવું. આ પ્રતમાં અનેક વિશિષ્ટ અને અધિક સૂત્ર પાઠો આવતા હોવાથી મુદ્રિત પ્રતમાં આગળ સૂત્રના પાઠો નોંધવાનું મુલત્વી રખાવી સંપૂર્ણ સૂત્ર ગ્રંથની પ્રતિલિપિ કરાવી હશે તેમ લાગે છે. 2 J આ સંજ્ઞા જેસલમેરસ્થિત જિનભદ્રસૂરિજ્ઞાનભંડારની 24/1 અને 24/2 ક્રમાંકની તાડપત્રીય પ્રતનો છે. અમને જિનશાસન શણગાર પ.પૂ. આ શ્રી વિજય ચન્દ્રોદયસૂરીશ્વરજી મ.સા. તથા ગુરુબંધુ સૂરિમંત્રસમારાધક ૫.પૂ. આ શ્રીવિજય અશોકચન્દ્રસૂરીશ્વરજી મ.સા. ૫.પૂ. આ.શ્રી વિજય સોમચન્દ્રસૂરીશ્વર મ.સા.ની પ્રેરણાથી શ્રીનેમિવિજ્ઞાનકડુરસૂરિ જ્ઞાનમંદિર (સૂરત)ના સહકારથી આ ગ્રંથરત્નની ફોટોકોપી પ્રાપ્ત થઈ છે. આ પ્રતનું વર્ણન જેસલમેર કેટલોગ અને અમારી પાસેની ફોટોકોપીના આધારે આ પ્રમાણે છે.