________________ 10 જોઈએ. તેનું એક વિશેષ કારણ એ પણ છે કે એ ગ્રંથગત જ્યોતિષનો વિષય એ પ્રાચીન વૈદિક પરંપરાને અનુસરતો છે. આથી પણ તે ગ્રંથો પ્રાચીન છે એમ માનવું જોઈએ. ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિનો ઉપલબ્ધ પાઠ એક જ છે છતાં આ બે ગ્રંથો પૃથફ કેમ થયા? તેનું સ્પષ્ટીકરણ ટીકાકાર પણ આપતા નથી. ઉપાંગોમાંના નિરયાવલી આદિ પાંચ વિષે એમ કહી શકાય કે મૂળે તે પાંચ જ ઉપાંગો ગણાતા અને શેષનો ઉપાંગ તરીકે ઉલ્લેખ સ્વયે આગમ જેટલો જૂનો નથી. આ દૃષ્ટિએ એ પાંચેય આરાતીય (તીર્થકરના નિકટવર્તી) આચાર્યોની રચના હોવાનો વધારે સંભવ છે. આ દૃષ્ટિએ તેમનો સમય ભગવાન મહાવીરના નિર્વાણ પછી બસો વર્ષની અંદર જ મૂકાવો જોઈએ એ સૂત્રોને કાલિક ગણવામાં આવ્યા છે તે પણ તેની પ્રાચીનતા સૂચવે છે. જંબૂઢીપપ્રજ્ઞપ્તિને પણ નંદીની કાલિકસૂચિમાં સ્થાન મળ્યું છે અને દિગંબરોએ તેને દૃષ્ટિવાદના પરિકર્મમાં પણ સમાવિષ્ટ કર્યું છે. આ દૃષ્ટિએ તેનો સમય પણ શ્વેતાંબર-દિગંબર મતભેદ પહેલા જ હોવો જોઈએ. - રાજપ્રશ્નીય સૂત્રની વસ્તુ તો દીઘનિકાયના પાયાસી સુત્ત જેવી જ છે. આ દૃષ્ટિએ વિચાર કરીએ તો અને તેમાં આવતા કેશી શ્રમણ અને ગૌતમ સાથે વિવાદ કરનાર કેશી શ્રમણ જો એક હોય તો એમ કહી શકાય કે આ સૂત્રની રચના પણ આરાતીય આચાર્યોમાંથી જ કોઈએ કરી હશે. એ દષ્ટિએ તેને પણ દશવૈકાલિકના સમય જેટલું જૂનું માનવું જોઈએ એટલે કે તે વિક્રમપૂર્વે ચોથી સદિથી અર્વાચીન તો ન જ હોય. ઔપપાતિક અને જીવાભિગમ એ બન્ને ઉપાંગોનો ઉલ્લેખ નંદીની ઉત્કાલિક શાસ્ત્રની સૂચિમાં છે. એ જોતા અને તેનું વસ્તુ જોતા એ પણ દશવૈકાલિકના સમયની આસપાસ જ્યારે કે આરાતીય આચાર્યોએ અંગગ્રંથોના વિષયને પ્રકરણબદ્ધ કરી વ્યવસ્થિત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારની જ રચના હોવાનો વધારે સંભવ છે. વળી, તેમને અંગના ઉપાંગ તરીકે સ્થાન મળ્યું છે તે પણ તેમના રચનાકાળને પ્રાચીન જ ઠરાવે છે.” પૂ. આ.ભ.શ્રી પદ્મસૂરીશ્વરજી મ.સા.એ “પ્રવચન કિરણાવલી' પૃ. ૩૨૨માં ઉપાંગગ્રંથ વિશે જણાવ્યું છે કે જેમ શરીરમાં હાથ મસ્તક વગેરે અંગો અને આંગળી વગેરે ઉપાંગો હોય છે, તેમ શ્રીગણધરાદિ પૂજ્ય પુરુષોએ શ્રીજિન પ્રવચન રૂપ દેહ (શરીર)ના આચારાંગ સૂત્ર વગેરે બાર અંગો અને તે બારે અંગોના પપાતિક સૂત્ર વગેરે બાર ઉપાંગો કહ્યા છે. જેમ શરીરના આંગળી વગેરે ઉપાંગો હાથ વગેરે અંગોના સ્વરૂપને વિસ્તાર છે. (સ્પષ્ટ રીતે સમજાવે છે) તેમ ઔપપાતિક સૂત્રાદિ બાર ઉપાંગો શ્રી આચારાંગાદિમાં કહેલી હકીકતને વિસ્તારથી સરલ પદ્ધતિએ સમજાવે છે માટે જ કહ્યું છે કે “ગંજીર્થસ્પષ્ટનોધવિધાન ૩પનિ" એટલે ઉપાંગસૂત્રો અંગ સૂત્રોમાં કહેલા અર્થનો સ્પષ્ટ બોધ કરાવે છે.