________________ ઉપાંગ આગમ ગ્રંથો અને ઉવવાઇસૂત્ર. - આગમગ્રંથોના અંગ, અંગબાહ્ય, કાલિક-ઉત્કાલિક વગેરે વિભાગોનું વર્ણન નંદિસૂત્ર, પષ્મીસૂત્ર, સમવાયાંગ વગેરેમાં આવે છે. તેની વિગત અગાઉના પ્રકાશનમાં આગમપ્રભાકરશ્રી વગેરેએ કરી છે. એટલે અહીં એ વિગતમાં આગળ વધતાં નથી. વર્તમાનકાળમાં પ્રચલિત અંગ, ઉપાંગ, મૂલસૂત્ર, છેદસૂત્ર, પ્રકીર્ણક, ચૂલિકા આદિ આગમના વિભાગોની ચર્ચા પણ ત્યાં (નંદિસુત્ત અણુઓગદ્દારાઇની પ્રસ્તાવના પૃ. ૧૮થી) કરવામાં આવી છે. અહીં માત્ર ઉપાંગ ગ્રંથો વિષે વિચારણા કરીએ છીએ. તત્ત્વાર્થભાષ્ય (૧૯૨૦)માં પણ ઉપાંગનો ઉલ્લેખ આ પ્રમાણે મળે છે. "तस्य च महाविषयत्वात्तांस्तानानधिकृत्य प्रकरणसमाप्त्यपेक्षमंगोपांगनानात्वम्" || અહીં જો કે ઉપાંગગ્રંથના નામ નથી આવતાં પણ, કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રસૂરિમ. એ રચેલા અભિધાનચિંતામણિ નામમાલા કોશમાં ર/૧૯૫ “સોપાલૂચન' આ પદની વ્યાખ્યા કરતાં સ્વોપજ્ઞટીકામાં સોપી પતિપર્વર્તતે સોપાનિ" આ પ્રમાણે પ્રથમ ઉપાંગગ્રંથ ઔપપાતિક સૂત્રનો નામોલ્લેખ કર્યો છે.' કયું ઉપાંગ સૂત્ર કયા અંગનું ઉપાંગ છે એ વાત તે તે ઉપાંગની ટીકામાં ટીકાકારશ્રીએ જણાવી જ છે. એક જ જગ્યાએ અંગ અને સંબંધિત ઉપાંગગ્રંથના નામો જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ ગ્રંથની (શાંતિચન્દ્રીય વૃત્તિ પૃ. 1, 2 અને શ્રીચન્દ્રસૂરિ રચિત “સુખબોધાસામાચારી' પૃ. ૩૪માં જોવા મળે છે. ઉપાંગ આગમ ગ્રંથોની પ્રાચીનતા અને સમય વિષે “નંદિસુત્ત અણુઓગદારાઈની પ્રસ્તાવના પૃ. ૨૧-૨૨માં આ. પ્ર. મુનિ શ્રી પુણ્યવિજયજી મ.સા. વગેરેએ જણાવ્યું છે કે - ઉપાંગોમાનાં અમુક શાસ્ત્રોનો સમય તો તેના કર્તાના આધારે નિશ્ચિત થઈ જ શકે છે; જેમ કે- પ્રજ્ઞાપનાના કર્તા શ્યામાચાર્ય છે અને તે જ નિગોદવ્યાખ્યાતા કાલકાચાર્ય છે. તેઓ વીરનિર્વાણ સં. ૩૩૫માં યુગપ્રધાન થયા અને 376 સુધી યુગપ્રધાનપદે રહ્યા. આથી પ્રજ્ઞાપના એ વીરનિર્વાણ સં. ૩૩૫-૩૭૬ના વચલા ગાળાની રચના માનવી જોઈએ. એટલે કે તેને પણ વિક્રમપૂર્વ ૧૩૫૯૪ના વચલાગાળાની કૃતિ માની શકાય. ઉપાંગોમાં સમાવિષ્ટ થતા ચંદ્રપ્રજ્ઞપ્તિ અને સૂર્યપ્રજ્ઞપ્તિને દિગંબરો કરણાનુયોગમાં સ્વીકારે છે અને વળી દૃષ્ટિવાદના પરિકર્મમાં પણ તેનો સમાવેશ કરે છે. નંદિસૂત્રની આગમસૂચિમાં પણ એમનો ઉલ્લેખ છે. આ દષ્ટિએ એ બંને ગ્રંથો પ્રાચીન હોવા જોઈએ. અને તે પણ શ્વેતાંબર-દિગંબર ભેદ પહેલાના. આથી તેમનો સમય પણ ઇસવીસન પૂર્વેનો માનીએ તો આપત્તિજનક લેખાવો ન