________________ 28. शोभनस्तुति-वृत्तिमाला પૂ. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મહારાજાના સહાધ્યાયી પૂ. મહોપાધ્યાય શ્રી સકલચન્દ્રજીના શિષ્ય પૂ. મહોપાધ્યાય શ્રી સૂરચન્દ્રવિજયજી મ. થયાં. તેમના શિષ્ય પૂ. મહોપાધ્યાય શ્રી ભાનુચન્દ્રવિજયજી મ. થયાં અને તેઓશ્રીના શિષ્ય પૂ. શ્રી સિદ્ધિચન્દ્રગણી હતાં. જેમણે રચેલી શોમનતુતિ ઉપરની વૃત્તિ 2200 શ્લોકોનું પ્રમાણ ધરાવે છે. (3) પૂ.આ. સૌભાગ્યસાગર સૂ.મ. : પૂ. જગદ્ગુરુ શ્રી હીરવિજયજીસૂરીશ્વરજી મહારાજાની ગચ્છ પરંપરાનો જ એક ભાગ પૂ.આ. આનંદવિમલ સૂ.મ.ની શિષ્ય પરંપરા હતી. પૂ.આ. શ્રી આનંદવિમલ સુ.મ.ની પાટે પૂ.આ. શ્રી જ્ઞાનવિમલ સુ.મ. થયાં. તેઓશ્રીના શિષ્યરત્ન તેમજ પટ્ટધર એટલે પૂ.આ. શ્રી સૌભાગ્યસાગર સૂ.મ. આ મહાપુરુષે વિ.સં. ૧૭૭૮માં શોધનતુતિ ઉપર વૃત્તિની રચના કરી હતી. જે વૃત્તિનું શુદ્ધિકરણ પૂ.આ.દે. શ્રી જ્ઞાનવિમલ સૂ.મ.એ સ્વયં કર્યું હતું. આ બન્ને વિગતો ગ્રંથકારે ટીકાની પ્રશસ્તિમાં સ્વયં લખી છે એથી આ અંગે વધુ સંશોધન કરવું પડે તેમ નથી. ગ્રંથકારે રચેલી ટીકાની અક્ષર ગણના અદ્યાવધિ થઈ નથી તેથી તેનું શ્લોક પ્રમાણ નક્કી કરવું મુશ્કેલ છે. એટલું કહી શકાય કે વિક્રમના અઢારમાં સૈકામાં આ ગ્રંથકાર થયાં અને પ્રસ્તુત વૃત્તિ ગ્રંથની રચના પણ તેમણે અઢારમાં સૈકામાં જ કરી. (4) પૂ. શ્રી દેવચન્દ્ર ગણી : આ ગ્રંથમાં ચોથું સ્થાન જેમણે રચેલી ટીકાને આપવામાં આવ્યું છે તે પૂ. શ્રી દેવચન્દ્ર ગણિવર પૂ. મહોપાધ્યાય શ્રી ભાનુચન્દ્રગણિવરના શિષ્ય હતાં તેમજ પૂ. શ્રી સિદ્ધિચન્દ્ર ગણીના ગુરુબંધુ હતાં. આથી આ મહાપુરુષ પણ વિક્રમની સત્તરમી શતાબ્દીમાં જ થયાં છે એવો નિર્ણય કરી શકાય તેમ છે. ગ્રંથકારે રચેલી ટીકાની અક્ષરગણના અદ્યાવધિ થઈ નથી તેથી ટીકાનું શ્લોક પ્રમાણ કહી શકાય તેમ નથી. (5) ધનપાલ કવિ : પૂ. શ્રી શોભન મુનિના જીવન ચરિત્રમાં ધનપાલ કવિના જીવનની હાર્દરુપ ઘટનાઓનું વર્ણન ગ્રંથાઈ ચૂક્યું છે તેથી અહીં તેમના જીવનની વાતોનું પિષ્ટપેષણ કરવાની જરૂર રહેતી નથી. જે ઘટના પૂર્વે વર્ણન પામી નથી તેવી કેટલીક મહત્ત્વસભર ઘટનાઓ અત્રે પ્રસ્તુત કરીએ છીએ. જે કાળ નિર્ણય પૂ. શોભન મુનિને લાગુ પડે છે તે જ ધનપાલ કવિને પણ લાગુ પડશે.