________________ પ્રસ્તાવના આવા શોભન જીવનપ્રવાહના સ્વામી હતાં; શ્રી શોભન મુનિરાજ... અંતે, શ્રદ્ધાથી પોતાના હૃદયને પવિત્ર કરનારા, ભક્તિ વડે પોતાની વિદ્વત્તાને પવિત્ર કરનારા, શ્રમણાચાર દ્વારા પોતાના અલ્પાયુષ્યને પવિત્ર કરનારા અને શાસનરાગ દ્વારા પોતાની સમગ્ર ભવ પરંપરાને પવિત્ર કરનારા શ્રી શોભન મુનિરાજના ચરણોમાં વંદન કરું છું. પુનઃ પુનઃ વંદન કરું છું. (નોટઃ પ્રભાવક ચરિત્ર અને પ્રબંધચિંતામણિમાં શોભન મુનિરાજના જીવન અંગે જે જે ઉલ્લેખો સાંપડે છે એનો સમન્વય કરીને આ ચરિત્ર લેખન થયું છે.) 1 ટીકાકાર મહર્ષિઓઃ (1) પૂ. જયવિજયજી ગણિવરઃ જે મહાપુરુષે રચેલી ટીકાને આ ગ્રંથમાં અગ્રીમ સ્થાન આપવામાં આવ્યું છે તે મહાપુરુષનું નામ છે, પૂ. જયવિજયજી ગણિવર. આ મહાપુરુષ પૂ. શ્રી દેવવિજયજી મ.ના શિષ્ય હતાં. અહીં એટલું નોંધવું જરુરી છે પૂ.આ. દેવસૂરિ મ. અને પ્રસ્તુત પૂ. દેવ વિ.મ. એક નથી. ગ્રંથકારે પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મવિજયજી મ. પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો હતો. તેઓ પ્રાયઃ તપગચ્છપતિ, પૂ.આ.દે.વિ. સેનસૂરીશ્વરજી મહારાજાના વરદ હસ્તે જ સંયમ પામ્યાં હતાં અને તેઓશ્રીના સામ્રાજયમાં જ વિ.સં. ૧૯૭૧ની સાલમાં શોભન સ્તુતિ ઉપર વૃત્તિ ગ્રંથની રચના કરી હતી. આ વૃત્તિનું શ્લોક પ્રમાણ 2350 જેટલું થાય છે. : (2) પૂ. શ્રી સિદ્ધિચન્દ્ર ગણિવરઃ આ ગ્રંથમાં બીજું સ્થાન પૂ. શ્રી સિદ્ધિચન્દ્ર ગણિવરે રચેલી ટીકાને આપવામાં આવ્યું છે. આ મહાપુરુષ પોતાના સમયના શ્રેષ્ઠ વિદ્વાન હતાં. બહુશ્રુતશાસ્ત્રજ્ઞ હતાં. બહુમુખી પ્રતિભાના સ્વામી હતાં. અકબર બાદશાહે તેમને “પુષ્ફહ' બિરુદ આપ્યું હતું. તેઓ એકી સાથે એકશોને આઠ અવધાન કરી શકતાં હતાં. ફારસી ભાષાના જાણકાર હતાં. બાદશાહ જહાંગીરે જેમને સંયમના ત્યાગ માટે અનેક પદ્મિની રાજકન્યાઓ તેમજ કરોડોનું ધન આપવાનું પ્રલોભન આપ્યું હતું તેમ છતાં તેઓ સંયમથી પતિત થયાં ન હતાં. કામદેવ જેવું દેદીપ્યમાન રુપ પામ્યાં હતાં છતાં વ્રતોનું નિષ્ઠાપૂર્વક પાલન કરતાં હતાં. આ મહાપુરુષે જીવનમાં સંસ્કૃત ભાષાબદ્ધ અનેક ગ્રંથોની રચના કરી છે. જેની સંખ્યા અગ્યાર જેટલી થાય છે. વિક્રમના લગભગ સત્તરમાં શતકમાં થયેલાં આ ગ્રંથકાર શાસન પ્રભાવક , પણ હતાં.